Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયા ભરાઈ ગયાનું કહી વૃદ્ધાને વિશ્વાસમાં રાખી છેતરપિંડી કરી:પ્લોટમાં મકાન બનાવી આપવાનું કહી વૃદ્ધા સાથે રૂપિયા 4.70 લાખની ઠગાઈ

    14 hours ago

    જામનગર રોડ પર પરાપીપળિયા પાસે પ્લોટ બતાવી તેમાં બે માળનું મકાન બનાવી આપવાની લાલચ આપી 70 વર્ષીય વૃદ્ધા પાસેથી રૂ.1.30 લાખ રોકડા અને સાડા પાંચ તોલા સોનાના દાગીના મળી કુલ રૂ.4.70 લાખ પડાવી લઈ છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. શખ્સે મકાનના પાયા ભરાઈ ગયા હોવાનું કહી વૃદ્ધાને લાંબા સમય સુધી વિશ્વાસમાં રાખ્યાં હતાં. જોકે, છેલ્લા એક મહિનાથી ફોન ઉપાડવાનું બંધ કરતાં વૃદ્ધાને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. આ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે રૂખડિયાપરા શેરી નં.1માં રહેતાં જીન્નતબેન કાળુભાઈ શેખ (ઉં.વ.70)ની ફરિયાદ પરથી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાવા ખાખરિયા ગામના દિલીપ ઉર્ફે કિરીટ કાંતિલાલ વડગામા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં દિલીપ વડગામાએ જીન્નતબેનની દીકરી નસીમબેનને ફોન કરી પોતે મકાનની લેતીદેતી અને ફર્નિચરનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરાપીપળિયા પાસે હોટેલની સામે આવેલો પ્લોટ બતાવી તેમાં બે માળનું મકાન બનાવી આપવાની વાત કરી હતી. વિધવા હોવાથી લોન અને સરકારી સબસિડી અપાવવાની લાલચ પણ આપી હતી. આ દિલીપે વાતમાં વિશ્વાસ રાખી જીન્નતબેને 1 જૂનના રોજ બેંક ખાતામાંથી ઉપાડેલા રૂ.1.30 લાખ રોકડા આપ્યા હતા. આ ઉપરાંત ભગવતીપરા પુલ પાસેના સોનીની દુકાને જઈ અગાઉથી જમા કરાવેલા નાણાંમાંથી રૂ.55,300 મેળવી આરોપીને આપ્યા હતા. પતિએ વર્ષો પહેલાં બનાવી આપેલા લોકેટ, ચેઇન, બુટ્ટી સહિતના સાડા પાંચ તોલા સોનાના દાગીના પણ મકાન બનાવવા અને બેંકમાંથી લોન કરાવવાના બહાને આરોપીએ લઈ લીધા હતા. આ દાગીનાની કિંમત રૂ.3.50 લાખ થતી હતી. ત્યારબાદ જીન્નતબેન મકાન અંગે પૂછપરછ કરતાં આરોપી પાયા ભરાઈ ગયા હોવાનું અને થોડા સમયમાં મકાન તૈયાર થઈ જશે તેવા જવાબ આપતો હતો. જોકે, છેલ્લા એક મહિનાથી આરોપી ફોન ઉપાડતો ન હોવાથી વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. અંતે દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પ્રદ્યુમ્નનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લગ્ન પ્રસંગમાં જતા કાકા-ભત્રીજાને અકસ્માત નડ્યો:વેડા-શંકરપુરા રોડ પર પુરઝડપે દોડતી કારે બન્નેને ટક્કર મારી, રોડ પર ફંગોળાતા ગંભીરઈજા પહોંચી
    Next Article
    GPS ફિટિંગની કામગીરી 30 ટકાએ પહોંચી:મનપાની ફાયર વિભાગની ડાયલ 112 મલ્ટિપલ સેવા પાછી ઠેલાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment