Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPS ફિટિંગની કામગીરી 30 ટકાએ પહોંચી:મનપાની ફાયર વિભાગની ડાયલ 112 મલ્ટિપલ સેવા પાછી ઠેલાઈ

    14 hours ago

    કેન્દ્ર સરકારે હેલ્પલાઇનની તમામ ઇમરજન્સી સેવાઓને એક પ્લેટફોર્મ ઉપર શરૂ કરી છે જેમાં હવે રાજકોટ મનપાની ફાયર સર્વિસનો સમાવેશ કરવા માટે સરકારે સૂચના આપતા રાજકોટ મનપાએ હેલ્પલાઇન નંબર 101ના સ્થાને 112 પર મલ્ટિપલ સેવાઓ ઉપલબ્ધ કરવા તૈયારીઓ આરંભી છે. અને સેવાઓ દિવાળી પહેલાં ચાલુ થવાની સંભાવના હતી, પરંતુ GPS ડિવાઇસ ફિટિંગ સહિતનું 30 ટકા કામ પૂર્ણ થયું છે. આથી રાજકોટમાં આ સેવા બે માસ બાદ ચાલુ થશે તેમ ફાયર વિભાગે જણાવ્યું છે. મનપાના ફાયર વિભાગના જણાવ્યા મુજબ હાલ ફાયરની તમામ ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઇન નંબર 101 નંબર કાર્યરત છે, પરંતુ હવે એક જ નંબર 112 ડાયલ કરવાથી તમામ ઈમરજન્સી સેવા લોકોને મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મલ્ટિપલ સેવાઓ શરૂ કરી છે આ સેવામાં ફાયરની સર્વિસનો સમાવેશ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે વેબ પ્રોગ્રામિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરવાની કામગીરી હાલ ચાલુ હોવાથી ટેસ્ટિંગ સહિતનું કામ પૂર્ણ થતા બે માસનો સમય લાગશે તેમ જણાવ્યું છે. તમામ ભાષાનો સપોર્ટ મળશે મનપાના ફાયર વિભાગની હેલ્પલાઇન સેવાઓ ટૂંક સમયમાં એક જ પ્લેટફોર્મ ઉપર લોન્ચ થઈ છે. જેને સરળ બનાવવા માટે સરકારે લોકોને મલ્ટી લેન્ગેવેજનો સપોર્ટ આપ્યો છે. જેના કારણે અલગ અલગ લોકોને 112 ડાયલ કર્યા બાદ પોતાની ભાષામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. દરરોજ 80થી 90 કોલ ફાયર વિભાગના જણાવ્યા મુજબ હાલ આગની ઘટના તથા કોઈ બાળક ઘરમાં બંધ થઈ ગયું હોય, તેમજ ડૂબી જવાની ઘટના તેમજ અલગ અલગ પ્રકારના રેસ્ક્યૂ તથા એમ્બ્યુલન્સ અને શબવાહિની સહિતના 80થી 90 કોલ આવે છે. GPS ફિટિંગની કામગીરી 30 ટકાએ પહોંચી
    Click here to Read More
    Previous Article
    પાયા ભરાઈ ગયાનું કહી વૃદ્ધાને વિશ્વાસમાં રાખી છેતરપિંડી કરી:પ્લોટમાં મકાન બનાવી આપવાનું કહી વૃદ્ધા સાથે રૂપિયા 4.70 લાખની ઠગાઈ
    Next Article
    Worker Says Boss Threatened Bad Review For Missing 'Mandatory Meetings' During Approved Leave

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment