Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક બગીચાની પાલિકા દ્વારા કાયાપલ્ટ કરાશે:ચતુર્ભુજ બાગ ઘાસ,વૃક્ષોથી હરિયાળો બનાવવાશે, બંધ ફુવારા ફરી ચાલુ થશે

    13 hours ago

    પાટણના મધ્યમાં આવેલા ઐતિહાસિક ‘ચતુર્ભુજ બગીચા’નું પાલિકાની દ્વારા રીનોવેશન હાથ ધરાયું છે.અહીં લીલુંછમ ઘાસ,નવા વૃક્ષોનું વાવેતર અને બંધ પડેલા ફુવારાઓને પુનઃ ચાલુ કરવામાં આવશે.આ ઉપરાંત,નવી સ્ટ્રીટ લાઈટો સાથે કડક સુરક્ષા માટે સમગ્ર પરિસરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી નાગરિકો માટે આહલાદક વાતાવરણ તૈયાર કરાશે. પાટણ શહેરના મધ્યમાં આવેલો અને વર્ષોથી સ્થાનિક નાગરિકો માટે આસ્થા તેમજ સાંજના સમયે શાંતિનું કેન્દ્ર ગણાતો ઐતિહાસિક ‘ચતુર્ભુજ બગીચો’ હવે ટૂંક સમયમાં જ આકર્ષક અને નયનરમ્ય રૂપ ધારણ કરશે. છેલ્લા ઘણા સમયથી યોગ્ય જાળવણીના અભાવે આ બગીચો જર્જરિત અને દયનીય સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. જેથી અહીં આવતા મુલાકાતીઓ અને રહીશોમાં અસંતોષ જોવા મળતો હતો. સ્થાનિકોની સતત રજૂઆતોને ધ્યાને લઈને પાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા આ ઐતિહાસિક વિરાસત સમાન બગીચાનું નવેસરથી રીનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પાટણવાસીઓને એક સુંદર અને હરિયાળું સહેલગાહ સ્થળ ભેટ મળશે. બગીચામાં ગરમીમાં મુલાકાતીઓને આહલાદક અનુભવ અને ઠંડક મળે તે માટે બંધ પડેલા ફુવારાઓને ખાસ આધુનિક નોઝલ સિસ્ટમ સાથે સમારકામ કરીને પુનઃ કાર્યરત કરાશે, જેનાથી બગીચાની રોનક બદલાઈ જશે. ઉપરાંત, બગીચામાં લીલુંછમ નવું ઘાસ, નવા વૃક્ષોનું વાવેતર અને આકર્ષક રંગરોગાન કરવામાં આવશે.સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર બગીચા પરિસરમાં નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. હાલમાં બગીચામાંથી ઝાડી-ઝાંખરા અને વૃક્ષોના કટિંગની પ્રારંભિક સફાઈ કામગીરી પૂર્ણતાના આરે છે.પાટણના આ સૌથી જૂના અને ઐતિહાસિક બગીચાના પૂર્વવત દિવસો પાછા આવશે અને લોકો પરિવાર સાથે સુરક્ષિત વાતાવરણમાં સાંજ વિતાવી શકશે. તેવું સ્વચ્છતા શાખાના અધિકારી પંકજભાઈએ જણાવ્યું હતું. સુરક્ષા માટે સીસીટીવી લાગશે શહેરમાં બગીચામાં સાંજના સમયે કે રાત્રિ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓ કે આ સામાજિક તત્ત્વો દ્વારા તેને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે.બગીચાની સુરક્ષા અને બિનઅધિકૃત કે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અથવા બને તો કાર્યવાહી કરવા સંપૂર્ણ વિસ્તારને સીસીટીવી કેમેરાની કડક નજર હેઠળ કવર કરી લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ખરીદીનો અવસર:યુવાનોમાં રોઝ ગોલ્ડ ટોનની ટુ-થ્રી ટોન જ્વેલરીનો ક્રેઝ
    Next Article
    GBSના શંકાસ્પદ કેસો મળી આવતાં સેમ્પલ લેવામાં આવ્યા:લુણાવાડામાં લીધેલ શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ 60 દિવસ પછી પણ વિલંબમાં !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment