Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GBSના શંકાસ્પદ કેસો મળી આવતાં સેમ્પલ લેવામાં આવ્યા:લુણાવાડામાં લીધેલ શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ 60 દિવસ પછી પણ વિલંબમાં !

    14 hours ago

    લુણાવાડામાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી અત્યંત શંકાસ્પદ અને લાપરવાહ સાબિત થઈ રહી છે. થોડા સમય અગાઉ માસૂમ બાળકોના ભોગ લેનાર જીલેન-બારે સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ આરોગ્ય અને ફૂડ વિભાગે ઓગસ્ટ મહિનામાં 50થી વધુ એકમો પરથી શંકાસ્પદ સેમ્પલો લીધા હતા. 2 મહિનાથી વધુનો સમય વીતી જવા છતાં હજુ સુધી રિપોર્ટ સત્તાવાર રીતે બહાર આવ્યા નથી. નિયમ અનુસાર રિપોર્ટ ન આવે ત્યાં સુધી શંકાસ્પદ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ, પરંતુ અહીં રિપોર્ટ્સ આવ્યા વિના જ તે સામગ્રી બેરોકટોક વેચાઈ રહી છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે તાજેતરમાં લુણાવાડા નગરના જાણીતા ‘બંસલ મોલ'માંથી ‘અમૂલ' જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડનું પનીર વાસી અને બગડેલું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ગંભીર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરાઇ નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે કે આ વિભાગ હંમેશાં નાના વેપારીઓ, લારી-ગલ્લા અને પથારાવાળાઓ સામે જ આક્રમક બને છે, જ્યારે મોટા મોલ્સ અને બ્રાન્ડ્સ સામે આવતી ફરિયાદોમાં તંત્ર કેમ નતમસ્તક થઈ જાય છે? બગડેલું પનીર વેચાતું હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જ્યારે દિવાળી જેવા મહાપર્વના તહેવારો આવી પહોંચ્યા છે, ત્યારે લોકચર્ચાએ જોર પકડ્યું છે કે શું હવે તંત્ર માત્ર સક્રિય હોવાના નાટક જ કરશે? શું ફૂડ વિભાગ પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માત્ર નાના વેપારીઓને જ લક્ષ્યાંક બનાવીને સંતોષ માની લેશે કે પછી જાહેર જનતાના આરોગ્યની સુરક્ષા માટે મોટા માથાઓ સામે પણ કડક કાનૂની પગલાં લેશે? મહીસાગર જિલ્લામાં વર્ષો બાદ પણ ફૂડ વિભાગની કચેરી જ નથી જિલ્લો અસ્તિત્વમાં આવ્યોને વર્ષો વીતી ચુક્યા છે પરંતુ વહીવટી દૃષ્ટિએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી જ કાર્યરત નથી! કચેરીમાં કમિશનર અને ઔષધ નિરીક્ષકની સત્તાવાર નિમણૂક હોવા છતાં, સમગ્ર વહીવટ ગોધરા (પંચમહાલ) કચેરીમાંથી જ ચલાવવામાં આવે છે. વળી, વર્તમાન કમિશનર પાસે દાહોદ અને મહીસાગર એમ બે જિલ્લાનો અતિરિક્ત ચાર્જ હોવાના કારણે સ્થાનિક સ્તરે નિયમિત મોનિટરિંગ અને કડક દેખરેખનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક બગીચાની પાલિકા દ્વારા કાયાપલ્ટ કરાશે:ચતુર્ભુજ બાગ ઘાસ,વૃક્ષોથી હરિયાળો બનાવવાશે, બંધ ફુવારા ફરી ચાલુ થશે
    Next Article
    શામળાજીના ઓડની ઘટના:પશુઓ ચરાવતી વખતે પગ લપસતાં ઊંડા પાણીમાં ગરકાવ‎,તળાવમાં ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment