Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ખરીદીનો અવસર:યુવાનોમાં રોઝ ગોલ્ડ ટોનની ટુ-થ્રી ટોન જ્વેલરીનો ક્રેઝ

    12 hours ago

    સોનાના ભાવમાં આશરે 15 ટકા નો ઘટાડો થયો છે,એટલે હવે જૂનું સોનું વેચવા ગ્રાહકો તૈયાર નથી.બીજી તરફ,આજના રવિ પુષ્ય નક્ષત્રના અવસરે સોના-ચાંદીની ખરીદી માટે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વખતે જ્વેલરી બજારમાં Gen Zની પસંદગી પણ અલગ ઓળખ ઊભી કરી રહી છે. યુવાનો પરંપરાગત સોનાના દાગીનાની સાથે સ્ટર્લિંગ સિલ્વર અને ગોલ્ડ-સિલ્વરના મિશ્રણવાળી ટુ-ટોન તથા થ્રી-ટોન જ્વેલરી તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને સિલ્વર ટોનની ચેઈન, બ્રેસલેટ જેવા દાગીના યુવાનોની પસંદ બની રહ્યાં છે. હાલ 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1.40થી 1.43 લાખની આસપાસ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.1.80થી 1.85 લાખની આસપાસ ચાલી રહ્યો છે. ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને ખરીદીમાં રાહત મળી છે. રવિ પુષ્ય નક્ષત્રને સોના-ચાંદીની ખરીદી માટે શુભ માનવામાં આવતું હોવાથી આ અવસરે દાગીના ઉપરાંત સિક્કા અને ચાંદીની વસ્તુઓની ખરીદીમાં પણ ગ્રાહકો રસ દાખવી રહ્યા છે.ઝવેરી બજારના વેપારી અગ્રણીના જણાવ્યા મુજબ, યુવાનોમાં સ્ટર્લિંગ સિલ્વરની જ્વેલરીની માંગ સારી એવી છે. ખાસ કરીને ટુ-ટોન અને થ્રી-ટોન ડિઝાઇનમાં ગોલ્ડ ટોન, કોપર અથવા રોઝ ગોલ્ડ ટોન અને સિલ્વર ટોનનું મિશ્રણ યુવાનોને આકર્ષે છે. પરંપરાગત ઘરેણાંથી અલગ દેખાવ આપતી આ જ્વેલરીમાં ચેઈન, બ્રેસલેટ સહિતની વેરાયટી પસંદ કરવામાં આવી રહી છે. આમ, યુવા ગ્રાહકોની પસંદગીમાં માત્ર ધાતુ નહીં, પરંતુ જ્વેલરીનો લુક અને ડિઝાઇન પણ મહત્ત્વનાં બની રહ્યાં છે. ઊંચા ભાવે વેચ્યું જૂનું સોનું,હવે ભાવમાં ઘટાડો થતાં સાચવી રહ્યા છે સોનાના ભાવ ઊંચા હતા ત્યારે ઘણા ગ્રાહકોએ જૂનું સોનું વેચ્યું હતું અથવા રિસાયકલ કરાવ્યું હતું. હવે ભાવ ઘટતાં ગ્રાહકો જૂનું સોનું વેચવાનું ટાળી રહ્યા છે. હાલના ભાવે વેચવાથી નુકસાન થશે તેવી માન્યતાને કારણે લોકો સોનું પોતાની પાસે જ રાખવાનું પસંદ કરે છે. પરિણામે બજારમાં જૂના સોનાની આવક ઘટી છે. હાલમાં ગ્રાહકો કેશ થી જ નવું સોનુ ખરીદવા નું પસંદ કરી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ:પંચમહાલ જિલ્લામાં 363 ગ્રામ પંચાયતોની‎ ચૂંટણીઓ યોજાશે : બેલેટ પેપરથી મતદાન થશે
    Next Article
    ઐતિહાસિક બગીચાની પાલિકા દ્વારા કાયાપલ્ટ કરાશે:ચતુર્ભુજ બાગ ઘાસ,વૃક્ષોથી હરિયાળો બનાવવાશે, બંધ ફુવારા ફરી ચાલુ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment