Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ:પંચમહાલ જિલ્લામાં 363 ગ્રામ પંચાયતોની‎ ચૂંટણીઓ યોજાશે : બેલેટ પેપરથી મતદાન થશે

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુલ 363 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સંભવતઃ આગામી ડિસેમ્બર 2026 અથવા જાન્યુઆરી 2027 દરમિયાન આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ અંગે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ પ્રકારની પ્રશાસનિક તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુલ 363 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 41 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. આમ કુલ મળીને 382 ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ ખેલાશે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ઈવીએમ ને બદલે પરંપરાગત બેલેટ પેપર પદ્ધતિથી યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે સમગ્ર જિલ્લામાં કુલ 979 મતદાન મથકો ઉભા કરાશે. આ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે 1071 મતપેટીઓ (બેલટ બોક્સ)ની જરૂરિયાત ઊભી થશે, જેની ચકાસણી અને વ્યવસ્થાપન ચૂંટણી વિભાગ દ્વારા ઝડપથી આટોપાઈ રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને તેમની ટીમ દ્વારા વ્યાપક સ્તરે મતદાર યાદીઓની આખરી ઓપ આપવાથી લઈને મતદાન મથકોની ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. પોલિંગ સ્ટાફ, વાહન અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગેનું આયોજન પણ આકાર લઈ રહ્યું છે. ચૂંટણીની સંભવિત તારીખોની અટકળો વહેતી થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. સરપંચ અને વોર્ડ સભ્યોના દાવેદારોએ પોત પોતાના લેખાજોખા શરૂ કરી દીધા છે. ગામડામાં બેઠકો, ચોરાની ચર્ચાઓ અને પેનલ બનાવવાની ગોઠવણો તેજ બની ગઈ છે. ચૂંટણીનો માહોલ અત્યારથી જ જામવા લાગ્યો છે. 36 ગ્રામ પ઼ચાયતમાં પેટા ચૂંટણી થશે જિલ્લામાં 36 ગ્રામ પંચાયતમાં સરપંચ તથા સભ્યો કોઇ કારણ સર રાજીનામા કે મરણ પામ્યા હોવા તેવા ખાલી પડેલી જગ્યાઓની ચૂ઼ંટણી યોજાશે. જિલ્લામાં ગોધરા તાલુકાની 16 ગ્રામ પંચાયતમાં 1 સરપંચ તથા 19 વોર્ડ સભ્યો, શહેરા તાલુકામાં 1 સરપંચ તથા 5 વોર્ડ સભ્યો, મોરવા તાલુકામાં 2 વોર્ડ સભ્યો, કાલોલ તાલુકામાં 8 ગ્રામ પંચાયતમાં 1 સરપંચ તથા 8 વોર્ડ સભ્યો તથા ઘોઘંબા તાલુકામાં 4 ગ્રા.પં.માં 4 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં નવરાત્રી પછી રિટર્નની ફેશન:15 દિવસમાં‎જ 5,000થી વધુ ઓનલાઇન આર્ટિકલ પરત કરાયા
    Next Article
    રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ખરીદીનો અવસર:યુવાનોમાં રોઝ ગોલ્ડ ટોનની ટુ-થ્રી ટોન જ્વેલરીનો ક્રેઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment