Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં નવરાત્રી પછી રિટર્નની ફેશન:15 દિવસમાં‎જ 5,000થી વધુ ઓનલાઇન આર્ટિકલ પરત કરાયા

    11 hours ago

    પંચમહાલના મુખ્યાલય ગોધરામાં નવરાત્રીના પર્વ દરમિયાન થયેલી ધૂમ ઓનલાઈન ખરીદી બાદ હવે 'રિટર્ન'નો મોટો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.તહેવારો પૂર્ણ થતાં જ ગોધરાના ગ્રાહકો દ્વારા મંગાવવામાં આવેલી ચીજવસ્તુઓ પરત મોકલવાનો સિલસિલો શરૂ થયો છે. માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં ગોધરા શહેરના નાના-મોટા 15 જેટલા કુરિયર સેન્ટરો મારફતે 5,000થી વધુ આર્ટિકલ રિટર્ન કરવામાં આવ્યા છે. જેના કારણે દેશભરના ઓનલાઈન સેલરોને આશરે રૂ.8 લાખથી વધુનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગોધરાથી પરત મોકલવામાં આવતા કુરિયરમાં સૌથી વધુ પ્રમાણ લેડીઝ વેર, મેકઅપ કિટ્સ, જેન્ટ્સ ક્લોથિંગ અને ફૂટવેરનું છે.ઓનલાઈન પ્લેટફોર્મ પર સામાન પહોંચાડવાનો રૂ.80 અને રિટર્ન લાવવાનો રૂ.80 (કુલ રૂ.160) કુરિયર ચાર્જ સેલરે જ ભોગવવો પડતો હોવાથી દેશના અલગ-અલગ ખૂણે બેઠેલા વેપારીઓનું બજેટ ખોરવાયું છે. ઈ-કોમર્સ કંપનીઓની 7 થી 15 દિવસની રિટર્ન પોલિસીનો ગેરફાયદો ઉઠાવી કેટલાક શોખીનો તહેવાર પૂરતા કપડાં કે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને તેને પરત કરી દે છે.જ્યારે અમુક લોકો ને જેન્યુન સાઈઝ સહિતની સમસ્યાને લઈ ને રિટર્ન કરતા હોય છે. સેલરો માટે નિષ્ણાતોની સલાહ અને બચાવના ઉપાયો સ્થાનિક સેલરો આ ભારે નુકસાનમાંથી બહાર આવે તે માટે ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ્સે કડક રિટર્ન પોલિસી અમલમાં મૂકવી અનિવાર્ય બની છે.સેલરોએ પ્રોડક્ટ્સની સાઈઝ ચાર્ટ અને ડિસ્ક્રિપ્શન અત્યંત સ્પષ્ટ મૂકવા જોઈએ તેમજ ફેક રિટર્ન સામે ઈ-કોમર્સ કંપનીઓ પ્લેટફોર્મ લેવલે કડક વેરિફિકેશન સિસ્ટમ અપનાવે તે સમયની માગ છે. ગત નવરાત્રી કરતાં રિટર્ન આર્ટિકલમાં વધારો થયો છે હાલમાં નવરાત્રીના પર્વ બાદ અમારી ઓફિસમાં રોજબરોજના 150 જેટલા આર્ટિકલ રિટર્ન આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં માત્ર અમારી 'દિલ્હી વેરી લિમિટેડ' કુરિયર શાખામાંથી જ 2,250થી વધુ આર્ટિકલ રિટર્ન થયા છે. રિટર્ન ડિલિવરીનો આ તમામ બોજ અને ચાર્જ સેલરે ચૂકવવો પડતો હોવાથી તેમને મોટું નુકસાન સહન કરવું પડે છે.ગત નવરાત્રીની સરખામણીએ આ વર્ષે રિટર્નનો આંકડો નોંધપાત્ર રીતે વધી ગયો છે. > મેહુલભાઈ સોલંકી, કુરિયર સંચાલક, ગોધરા
    Click here to Read More
    Previous Article
    પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી પકડાયો:હિંમતનગરના આડા હાથરોલમાં મિત્રતામાં વિશ્વાસઘાત અને પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ
    Next Article
    ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ:પંચમહાલ જિલ્લામાં 363 ગ્રામ પંચાયતોની‎ ચૂંટણીઓ યોજાશે : બેલેટ પેપરથી મતદાન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment