Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી પકડાયો:હિંમતનગરના આડા હાથરોલમાં મિત્રતામાં વિશ્વાસઘાત અને પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ

    10 hours ago

    હિંમતનગરના આડાહાથરોલના જંગલમાંથી મળેલી પરિણીતાની લાશના કેસનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પત્નીને ભગાડી જનાર પતિનો જ મિત્ર તેનો હત્યારો નીકળ્યો છે. પ્રેમિકા ઘરે પાછી જવાની અને ફસાવી દેવાની ધમકી આપતી હોવાથી પ્રેમીએ સાડી વડે ગળાટૂંપો આપી હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. હિંમતનગરના જૂનીમાંકડીમાં રહેતા અનિલસિંહ જગતસિંહ મકવાણા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 27 ઓક્ટોબરના રોજ તેમની પત્ની હીનાબેન મોડાસાના ગાજણમાં સંબંધીના બારમાની વિધિમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. મોડી સાંજ સુધી હીનાબેન પરત ન ફરતાં અને તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોડાસા સંબંધીને ત્યાં પણ તેઓ પહોંચ્યા ન હોવાનું ખૂલ્યું હતું. બીજી તરફ નવીમાંકડી ગામનો રાજુસિંહ અમરસિંહ પરમાર પણ એ જ દિવસથી ગુમ હોવાની વિગત સામે આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આડાહાથરોલની સીમમાં સાત વળાંકવાળી ઘાટીના જંગલની ઝાડીઓમાંથી કપડું ઓઢાડેલી હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ફોટોગ્રાફના આધારે ઓળખ કરાતાં આ લાશ હીનાબેનની હોવાનું સ્પષ્ટ થયું હતું. હિંમતનગર સિવિલમાં પેનલ પીએમ કરાવતાં તબીબોએ હીનાબેનનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાની પુષ્ટિ કરી હતી. ફસાવી દેવાની ધમકી આપતાં સાડીથી ગળું દબાવી દીધું‎ એલસીબી પીઆઈ ધવલ સાકરીયાએ જણાવ્યું કે રાજુસિંહ મૃતકના પતિનો મિત્ર હોવાથી અવારનવાર તેના ઘેર આવતો જતો હતો અને બંને જણાની ગાંભોઈ પોલીસને ગુમ થયાની જાણ કરાઈ હતી. તપાસ દરમ્યાન બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત પણ મળી હતી. જેથી રાજુસિંહ અમરસિંહ પરમાર શંકાના દાયરામાં હતો તેની તપાસ હાથ ધરતા ગાંભોઈથી પકડી લઇ હીનાબેનના મોત બાબતે પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને છેલ્લા ત્રણેક માસથી હીનાબેન અનિલસિંહ જગતસિંહ મકવાણા રહે. માંકડી સાથે પ્રેમ સંબંધ હોવાની અને હીનાબેન છેલ્લા પંદરેક દિવસથી અવાર નવાર ફોન કરી ભાગી જવા કહેતી હોય અને પોતે તેને ના કહેતાં તે તેના ઘરે આવી જવા તેમજ મરી જવાની ધમકીઓ આપતી હોવાથી તેની સાથે ભાગી ગયો હતો અને ત્રણ દિવસ રાજેન્દ્રનગરના ડુંગરમાં રોકાયેલ તે દરમ્યાન તેણે હીનાને ઘરે જવા સમજાવેલ પરંતુ તે માનેલ નહીં અને જો મને ઘરે મોકલી આપીશ તો હું ઘરે જઈ તું મને ભગાડી ગયો હતો તેમ કહી તને ફસાવી દઈશ તેવી ધમકીઓ આપવા લાગેલ જેથી બંને વચ્ચે ઝઘડો થયેલ અને હીનાએ પહેરેલ સાડી વડે જ તેનું ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જાપાનમાં ગોલ્ડ મેડલ જીતનારી અંજનાનું સન્માન ભૂલાયું:400 મીટર દોડમાં દેશનું નામ રોશન કર્યા છતાં સત્તાવાર બહુમાન કે આર્થિક સહાયથી વંચિત
    Next Article
    ગોધરામાં નવરાત્રી પછી રિટર્નની ફેશન:15 દિવસમાં‎જ 5,000થી વધુ ઓનલાઇન આર્ટિકલ પરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment