Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા:સુરેન્દ્રનગરમાં ઈસ્કોનના રંગોત્સવમાં શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા: 400થી વધુ કલાકાર જોડાયા

    17 hours ago

    ઝાલાવાડના ધર્મપ્રિય લોકો માટે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઈસ્કોન), સુરેન્દ્રનગર દ્વારા ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સરદાર પટેલ વિદ્યાલયના પટાંગણમાં રવિવારે શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર મહોત્સ વ–2026 ધામધૂમથી સંપન્ન થયો હતો. આ મહોત્સવમાં બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વાલીઓ સહિત 400થી વધુ સ્પર્ધકોએ કન્વર્જન્ટ આર્ટ અને ભક્તિભાવનો સંગમ રચ્યો હતો. તમામ સ્પર્ધકોએ પોતાની કલ્પનાશક્તિ અને કલાથી ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ દિવ્ય લીલાઓ, ગૌસેવા, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને કાગળ પર સાકાર કર્યા હતા. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતાને4 સપ્ટેમ્બરને શુક્રવારે જન્માષ્ટમીના પર્વ પર ઈનામો અને પ્રમાણપત્રો અપા શે. મહોત્સવને સફળ બનાવવા શાળાના આચાર્ય, તમામ સહયોગી શાળાઓ, નિર્ણાયકો, પ્રાયોજકો અને ઈસ્કોનના સેવાભાવી ભક્તોએ જહેમત ઉઠાવી હતી . કુલ પાંચ કેટેગરીમાં ધોરણ 3થી 5: બાળ કૃષ્ણ રંગપૂરણી સ્પર્ધા, ધોરણ 6થી 8: વાંસળી, મોરપીંછ અને મટકી ચિત્રરચ ના,ધોરણ 9થી 12: શ્રીકૃષ્ણ અને ગાયનું મુક્તહસ્ત ચિત્ર,વાલીઓ તથા ઓપન કેટેગરી: કલ્પનાશીલ મુક્ત ચિત્રકામ,20થી 50 વર્ષની મહિલાઓ: મનોહર મટકી સુશોભન. મોબાઈલના વધુ વપરાશથી એકાગ્રતા પર અસર ચિત્રકામ અને મટકી સુશોભન પ્રવૃત્તિઓથી બાળકોના મગજનો ડાબો અને જમણો ભાગ સક્રિય થાય છે, જેનાથી તેમની એકાગ્રતા અને નિર્ણયશક્તિ મજબૂત બને છે. કેનવાસ પર કૃષ્ણલીલા, મોરપીંછ અને ગૌસેવા જેવા વિષયો આલેખવાથી આજના આધુનિક યુગમાં બાળકોમાં નાનપણથી જ પોતાની સંસ્કૃતિ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ કેળવાય છે. ડિજિટલ ગેમ્સ અને મોબાઈલના અતિશય વપરાશ વચ્ચે વાલીઓ અને બાળકોએ કલાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેતા આદર્શ પારિવારિક વાતાવરણનું નિર્માણ થાય છે.તેવી બાબત ફલિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેક્ટરને નિવૃત્ત કરાવી છેતરપિંડી આચરી:ખોટા બિલો બનાવી 22.62 લાખની‎ઠગાઈ; ભાઈ, ભત્રીજા સામે ફરિયાદ‎
    Next Article
    ભક્તિ:સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન સવા કરોડ ૐ નમઃશિવાય જપયજ્ઞના સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment