Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તિ:સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન સવા કરોડ ૐ નમઃશિવાય જપયજ્ઞના સંકલ્પ

    16 hours ago

    સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 9 વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન ૐ નમઃ શિવાય જપયજ્ઞનું આયોજન કરાય છે. આથી આ વર્ષે 100થી વધુ મહિલા અને લોકોએ જોડાઇને મંદિરે શ્રાવણ માસ પ્રથમ દિવસે જાપના સંકલ્પ લીધા હતા. જેની અમાવશ્યાએ પૂર્ણાહુતિ નિમિતે દશાંશ હોમ યજ્ઞ કરવામાં આવશે. ઝાલાવાડમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં મહાદેવની ભક્તિમાં ભક્તો લીન છે. જેમાં દરેક મંદિરોએ ધાર્મિક કાર્યક્રમ, વિશેષ શણગાર, અને દ્રવ્યોથી અભિષેક કરવામાં આવનાર છે. ત્યારે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 9 વર્ષથી ૐ નમઃ શિવાય પંચાક્ષરી જપયજ્ઞનું આયોજન કરાય છે. આથી આ વર્ષ પણ 100થી વધુ લોકોએ જોડાતા સોમવારે પ્રથમ દિવસે જાપના મંદિરે સંકલ્પ લેવા સાથે શ્રાવણમાં જોડાઇ સવાકરોડ પંચાક્ષરી મંત્રો જાપ કરાય છે. જેમાં કૃષ્ણેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્રારા જે વ્યક્તિ આ જપ યજ્ઞ ઘેર બેઠા કરી શકે માટે સંસ્થા તરફથી દાતાના સહયોગથી 1 ઉનનું આસન,1 ગૌમુખી, 1 માળા, 20 કમર કાકડી ગણતરી માટે તેમજ પૂજાપો અપાયો છે. આથી 100થી વધુ લોકો જોડાતા દરરોજ ઘેર અથવા મંદિર 40 માળા કરશે એટલે રોજના સવાલાખ એક વ્યક્તિ જાપ કરશે. જ્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવારના જપયજ્ઞની પૂર્ણાહુતિ સાથે મંદિરે દશાંશ હોમ કરવામાં આવશે હતો. દરરોજ વિવિધ શણગાર અને દીપમાળ દરરોજ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવનો અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને રોજ સાંજે 101 દીવાની દીપમાળા પણ કરવામાં આવે છે અને દરરોજ 100 વ્યક્તિ દ્વારા ઓમ નમઃ શિવાયના જાપ કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન સવા કરોડ જાપ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે ત્યારે આ તમામ શિવની આકૃતિ ચિરાગ ગીરીશભાઈ પંડ્યા નામના યુવાન દ્વારા કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા:સુરેન્દ્રનગરમાં ઈસ્કોનના રંગોત્સવમાં શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા: 400થી વધુ કલાકાર જોડાયા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:પાલનપુરમાં રિક્ષાના શટલ ભાડામાં રૂ. 5થી 10નો વધારો ઝીંકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment