Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:પાલનપુરમાં રિક્ષાના શટલ ભાડામાં રૂ. 5થી 10નો વધારો ઝીંકાશે

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો સામાન્ય નાગરિકોને પડવા જઈ રહ્યો છે. ઇંધણ (CNG અને પેટ્રોલ)ના સતત વધી રહેલા ભાવને કારણે હવે પાલનપુરમાં રિક્ષાના સટલ ભાડામાં રૂપિ્યા 5થી 10 સુધીનો વધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે રોજિંદી અવરજવર કરતા 60થી 70 હજાર શહેરીજનોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં મીટરથી ચાલતી રિક્ષાઓ માટે પ્રથમ કિલોમીટરના રૂ. 25 ફિક્સ કરાયા છે. જે પછી પ્રતિ કિલોમીટર રૂ. 20 લેવાના હોય છે. જોકે, પાલનપુરમાં મીટર સિસ્ટમ અમલમાં ન હોવાથી અહીં રિક્ષાઓ સટલ ધોરણે જ ચાલે છે. પરંતુ શટલ સિવાય દૂરના અંતરે જવા રિક્ષા ચાલકો સરકારના નિયમ મુજબ ભાડું લઇ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડશે. પાલનપુર શહેરમાં પોતાનું વાહન ન ધરાવતાં લોકો નોકરી, વ્યવસાય કે ખરીદી કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રિક્ષામાં મુસાફરી કરે છે. જ્યાં પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામિણ વિસ્તારોની મળી કુલ 7000થી વધુ રિક્ષા ચાલકો દિવસભર મુસાફરોની હેરફેર કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, યુધ્ધ વખતે પેટ્રોલ અને સી. એન. જી. ગેસના ભાવ વધતાં વર્તમાન ભાડુ પોષાતું ન હોઇ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના.. અનુસંધાન પાન-3 ભાડુ-સમય બચાવવા લોકો ટુ-વ્હીલર પણ ખરીદતા થયા ઓફિસે, કોલેજે કે ધંધાના સ્થળે અવરજવર કરવા માટે શહેરીજનો રિક્ષાના બદલે પોતાના ટુ-વ્હીલરને પહેલી પસંદગી આપી રહ્યા છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા આરટીઓ અધિકારી ઉમેશ સોલંકીએ નવા નોંધાયેલા વાહનોના આંકડા આપતા જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 દરમિયાન સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કુલ 51,687 મોટરસાઇકલ અને 10,505 ફોર-વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં માત્ર પાલનપુર શહેરની વાત કરીએ તો, 1 વર્ષમાં 5,239 નવા ટુ-વ્હીલર અને 2,218 ફોર-વ્હીલર વાહનો આરટીઓ ચોપડે નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    ભક્તિ:સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમિયાન સવા કરોડ ૐ નમઃશિવાય જપયજ્ઞના સંકલ્પ
    Next Article
    સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે 31 ઓગસ્ટ સુધી ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું:પાલનપુર સિવિલમાં 86 રૂ. પગાર કાપવા મુદ્દે 175થી વધુ સફાઈ કામદારોના ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment