Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે 31 ઓગસ્ટ સુધી ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું:પાલનપુર સિવિલમાં 86 રૂ. પગાર કાપવા મુદ્દે 175થી વધુ સફાઈ કામદારોના ધરણાં

    13 hours ago

    પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં પગારમાંથી રૂ.86 કપાતના મુદ્દે 175થી વધુ સફાઈ કામદારોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો. મુખ્ય ગેટ પાસે બેસી પગાર સંબંધિત પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી. કામદારોના આગેવાન દિલીપભાઈ સાળવીએ જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટ સુધી નિરાકરણ નહીં આવે તો અનિશ્ચિત મુદ્દત ની હડતાલ પર ઉતરીશું પગારમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા રૂ.86 કપાત કરવામાં આવતી હોવાના મુદ્દે કર્મચારીઓએ કામગીરીથી અળગા રહી મુખ્ય ગેટ પાસે બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સત્તાધીશો અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે કર્મચારીઓ સાથે બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી. ચર્ચા દરમિયાન પગાર સંબંધિત સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. 31 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નનો ઉકેલ લાવવાનું આશ્વાસન મળતાં સફાઈ કામદારોએ ધરણાં અને હડતાલ સમેટી લીધી હતી. ત્યારબાદ કર્મચારીઓ ફરી પોતાની ફરજ પર જોડાયા હતા અને હોસ્પિટલની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.પાલનપુર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે ડો.સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટ સુધી નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:પાલનપુરમાં રિક્ષાના શટલ ભાડામાં રૂ. 5થી 10નો વધારો ઝીંકાશે
    Next Article
    અંજાર, ગાંધીધામ,વોંધ,મનફરા,શિકરામાં પોલીસના દરોડા:પૂર્વ કચ્છમાં વધુ 24 જુગારી નસીબ અજમાવતા 1 લાખની રોકડ સાથે ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment