Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજાર, ગાંધીધામ,વોંધ,મનફરા,શિકરામાં પોલીસના દરોડા:પૂર્વ કચ્છમાં વધુ 24 જુગારી નસીબ અજમાવતા 1 લાખની રોકડ સાથે ઝબ્બે

    13 hours ago

    અંજાર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે વિજયનગર જુની કોર્ટ પાછળ આવેલ રાધેક્રિષ્ના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડી ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા સંજય કરશનભાઇ મહેશ્વરી, પરેશ ભીમજીભાઇ જોગી ,બાબુ ભારમલભાઇ જોગી,જેન્તીલાલ મનજીભાઈ સોરઠીયા,કલ્પેશ જયરામભાઇ સોરઠીયા,દર્શન ચન્દ્રકાન્તભાઈ જેઠવા, દેવશી રતનભાઇ મહેશ્વરી,વિજય હિરાલાલ સોરઠીયા,અનિલ લાલજીભાઇ સોરઠીયા અને ભરત ગોપાલભાઈ સોરઠીયાને રૂ.82,500 રોકડ , રૂ.1,15,500 ની કિંમતના 10 મોબાઇલ સહિત કુલ રૂ.1,98,000 ના મુદ્દામાલ સાથે પકડી લઇ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ભારતનગર વિસ્તારમાં નીલેશ સોસાયટી મકાન નંબર66ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લાઈટના અજવાળે જુગટું રમી રહેલા હિતેશ ભગવાનજી પટેલ (સથવારા), દિપક મનજીભાઈ સથવારા, મનીષ રામજીભાઈ પટેલ,રવીન્દ્ર નવીનભાઈ રાઠોડ,અશોક કરશનભાઈ સથવારા અને મોહિત શીવજીભાઈ પટેલને રૂ.10,630 રોકડ રકમ સાથે પકડી લઇ ગુનો નોંધ્યો હતો. ભચાઉ પોલીસે મનફરા ગામમાં સુંદરબાઈ માતાજીના મંદિર પાસે આવેલા ખુલ્લા પટમાં દરોડો પાડી જુગાર રમતા કાનજીભાઈ ગાભુભાઇ સુથાર અને પરસોતમ ઉર્ફે પપ્પુભાઇ રાયધનભાઇ કોલી ને રૂ.5,130 રોકડ અને 1 મોબાઇલ સહિત કુલ રૂ.10,130 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જ્યારે મહેશ મોતીભાઇ કોલી અને રમેશ રામાભાઇ કોલી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ભચાઉ પોલીસે જ મળેલી બાતમીના આધારે શિકરા ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા નવીન જીવણ સથવારા અને કારા હોથી શિયારીયાને રૂ.1,450 રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. તો,ભચાઉ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે વોધ ગામમાં દતક વિસ્તારમાંઅનવર ખલીફાના ઘર આગળ જાહેર રસ્તા પર દરોડો પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા અનવર ફકીરમામદ ખલીફા,દશરથ રાયશી ઠાકોર,મહમદ દાઉદ કુંભાર અને સુમાર આમદ અયુબને રૂ.3,000 રોકડ રકમ સાથે પકડી ગુનો નોંધ્યો હતો
    Click here to Read More
    Previous Article
    સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે 31 ઓગસ્ટ સુધી ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું:પાલનપુર સિવિલમાં 86 રૂ. પગાર કાપવા મુદ્દે 175થી વધુ સફાઈ કામદારોના ધરણાં
    Next Article
    મોબાઈલ રીલ્સ માટે નહીં પણ ક્રાંતિ માટે વાપરો - અમિત:ભુજમાં NSUIના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment