Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત:અન્ય બનાવમાં પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો રૂ.22 હજારનો દંડ આવતા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો

    12 hours ago

    રાજકોટમાં બે જુદી જુદી દુઃખદ ઘટનાઓ સામે આવી છે, જેમાં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનું અચાનક હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. બીજી તરફ, પોલીસે ડિટેઈન કરેલી ઓટો રિક્ષા છોડાવવા માટે ₹22,000નો ભારે દંડ આવતા આર્થિક તંગીથી કંટાળીને રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત રાજકોટમાં આજે સતત બીજા દિવસે હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મુળ આંધપ્રદેશના વતની અને હાલ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા લોહીત નીલચુ (ઉ.વ.20) નામનો યુવાન રાત્રીના જમીને હોસ્ટેલમાં સુવા ગયો હતો. દરમિયાન તેને ગભરામણ અને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી લોહીતનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીમાં રહેતા સિધ્ધાર્થપરી ગોસ્વામી સાંજના 4.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સિધ્ધાર્થપરી બે ભાઇ ત્રણ બહેનમાં નાનો હોવાનું અને તેને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. પોતે રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. RTOમાં જતા 22,000નો મેમો હોવાની જાણ થઇ ગત 15 ઓગષ્ટની આગલી રાત્રે એ ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન સિધ્ધાર્થપરી ગોસ્વામી પાસેથી રિક્ષાના કાગળો, વીમો અને લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ માંગ્યા હતા, પરંતુ સિધ્ધાર્થપરી પાસે કોઇ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસે રિક્ષા ડિટેઇન કરી મેમો આપ્યો હતો. સિધ્ધાર્થપરી RTO ખાતે દંડ ભરવા ગયો ત્યારે રૂ.22 હજારનો મેમો હોવાની જાણ કરવામાં આવી હતી જેના કારણે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જણાવતા ભક્તિનગર પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિવૃત સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી 95,000 ટ્રાન્સફર થઈ ગયા રાજકોટ શહેરના મોરબી રોડ બ્રીજ સાઈડ રોડ પર ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને જામનગરમાં રોડ એન્ડ બિલ્ડીંગ ડિવિઝનમાં ફરજ બજાવતા નિવૃત દિનેશભાઈ નિમાવત (ઉ.વ.58) નામના પ્રૌઢે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રિન્સ સિંધનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 26 મે, 2026ના સવારે ગુગલ પે ચેક કરતા તેમાંથી 11:44 વાગ્યે પ્રિન્સ સીંધ નામના ટ્રાન્જેક્શન આઈડીથી 95 હજારનું ડેબિટ ટ્રાન્જેક્શન થયાનું જાણવા મળ્યું હતું. જેમાં તેમની સાથે ફ્રોડ થયાની જાણ થતા 1930 સાયબર હેલ્પલાઇનમાં જાણ કરતા હાલ સમગ્ર મામલે ટ્રાન્જેક્શન આઈડીથી રૂપિયા 95,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરનાર સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંગાળી કારીગરોના ઘરનો દરવાજો ખુલ્લો રહી જતાં 5 મોબાઇલ ચોરાયા રાજકોટના રામનાથપરામાં ગરૂડ ગરબી ચોકમાં રહેતા અને સોનીકામ કરતા મુળ બંગાળનાં શેરઅલી સાહદઅલી મંડલ (ઉ.વ.32)ના મકમાનમાં ઘુસી અજાણ્‍યો તસ્‍કર રૂ.1.40 લાખની કિંમતના પાંચ મોબાઇલની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગત તા.6 ઓગસ્ટ, 2026ના રોજ બધા સોનીકામ પૂર્ણ કરી રાત્રે 12 વાગ્‍યે ઘરે સુવા ગયા હતા આ સમયે કોઈ કારણોસર ભુલથી ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને બીજા દિવસે સવારે ધીરેન નામના કારીગરે ઉઠાડી મોબાઇલ મળતો નથી તેમ કહેતા તમામે પોતાના ફોન શોધ્‍યા હતા પરંતુ કયાંય જોવા નહી મળતા તમામના મોબાઈલ ચોરી થયાની જાણ થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    15 ઓગસ્ટે જ બોપલ ફાયર સ્ટેશનમાં મારમારી:હાજરી બાબતે ફાયરકર્મી અને સ્ટેશન ઓફિસર વચ્ચે ઝઘડા બાદ ઇન્ચાર્જ CFOએ 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો
    Next Article
    Test Cricket Is My Ultimate Goal, So I Model My Game Around Red Ball: Devdutt Padikkal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment