Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસ:24 કલાક ફરજ પર રહેતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા, મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલ્નેસ સેન્ટરનું ઉદ્ઘાટન

    23 hours ago

    વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ શહેરના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક અને 365 દિવસ સતત ફરજ પર તૈનાત રહે છે. વિવિધ ઉત્સવો, તહેવારો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણમાં સતત વ્યસ્ત રહેવાના કારણે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઘણીવાર વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય છે. આ બાબતને ધ્યાને રાખીને પોલીસ પરિવારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધે તેમજ ફિટનેસ અને કાર્યક્ષમતામાં સુધારો થાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ અને રોટરી ક્લબ વડોદરા વન વચ્ચે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. (MoU) કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલ્નેસ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં બે દિવસ નિષ્ણાત તબીબો દ્વારા તપાસ થશે આ વેલ્નેસ સેન્ટર ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા દર અઠવાડિયામાં બે દિવસ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી તબીબી તપાસ, નિદાન અને સારવારની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ સાથે જ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનું નિરંતર હેલ્થ મોનિટરિંગ, માલ ન્યુટ્રિશન, ડાયટ રેજિમ અને એક્સરસાઇઝ રેજિમ તૈયાર કરીને તેના ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યાની સમયસર આગોતરી જાણકારી મેળવીને તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય. સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસના મંત્ર સાથે સુરક્ષા જવાનો કટિબદ્ધ કોઈ પણ પોલીસ અધિકારી, કર્મચારી કે તેમના પરિવારજનો આ સેન્ટરની મુલાકાત લઈને સુવિધાઓનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. ઉદ્ઘાટન બાદ તુરંત જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે તબીબી તપાસણી કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.આ નિરામય વેલ્નેસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશ્નર સુધીર દેસાઈ, તમામ નાયબ પોલીસ કમિશ્નર, મદદનીશ પોલીસ કમિશનર, થાણા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોટરી ક્લબના પ્રમુખ વિશાલ ચોકસી, ઉપપ્રમુખ દેવાંગી ત્રિવેદી, આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો, પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસરો તેમજ ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસના મંત્ર સાથે વડોદરા શહેર પોલીસ પોતાના જવાનો અને નાગરિકોની સુરક્ષા માટે સદા કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસનો માર્ગ બદલાયો:ઢસા જંક્શન પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીલી ઝંડી દર્શાવી
    Next Article
    મેળોજમાં નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ:113 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment