Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેક્ટરને નિવૃત્ત કરાવી છેતરપિંડી આચરી:ખોટા બિલો બનાવી 22.62 લાખની‎ઠગાઈ; ભાઈ, ભત્રીજા સામે ફરિયાદ‎

    18 hours ago

    સુરેન્દ્રનગરના જીનતાન ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જાણીતી લક્ષ્મણ કડવા એન્ડ સન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના વહીવટમાં સગા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને રૂ. 22,62,767નો ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે શશીકાંતભાઈ ભગવાનજીભાઈ ઉમરાણીયાની ફરિયાદના આધારે સુરેન્દ્રનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના ભાઈ રાજેન્દ્રભાઈ અને ભત્રીજા શ્યામ સામેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદી શશીકાંતભાઈના જણાવ્યા મુજબ, તેમના ભાઈ રાજેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ઉમરાણીયા અને ભત્રીજા શ્યામ રાજેન્દ્રભાઈ ઉમરાણીયાએ તેમને કંપનીના ડાયરેક્ટર માંથી નિવૃત થવાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો હતો અને પેઢીનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો હતો. ત્યારબાદ પોતાના સગા-સંબંધીઓ અને લાગતા-વળગતાઓ ના નામે ખોટા હિસાબી બીલો બનાવી કંપનીમાંથી ગેરકાયદે રીતે નાણાંની ચૂકવણીઓ કરી ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ રાજેન્દ્રભાઈ ભગવાનભાઈ ઉમરાણીયા, શ્યામ રાજેન્દ્રભાઈ ઉમરાણીયા અને તપાસમાં ખુલશે તેમના સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આરોપીએ સાસુને એજન્ટ તરીકે નિમણૂંક બતાવી ખોટા કમિશનનો વ્યવહાર બતાવ્યો આરોપીઓએ તા.6-5-2024થી તા.2-6-2025 દરમિયાન એસ.કે.એન્જિનિયરિંગ કંપનીમાં કોઈ પણ જાતનું જોબ વર્ક કરાવ્યા વગર જ ખોટા જોબ વર્કના બીલો બનાવી કંપનીમાંથી કટકે કટકે રૂ. 17,47,288 મેળવી લીધા. આરોપી રાજેન્દ્રના સાળાની દિલિપ એન્જિનિયરિંગ ફેક્ટરી માટે જય વિકાસ સ્ટીલ કોર્પોરેશનમાંથી લક્ષ્મણ કડવા કંપનીના નામે રૂ.2,30,338ના સેક્શન પાઈપનું બીલ બનાવ્યું હતું, જે માલ ક્યારેય કંપનીમાં આવ્યો જ નહોતો. તેવી જ રીતે બાલાજી કોટેડ મેટલનું રૂ.1,44,000નું શંકાસ્પદ બીલ રજૂ કરી ચૂકવણું કર્યું. આરોપી શ્યામની સાસુ નીતાબેનના નામે ક્યારેય કોઈ સેલ્સ પર્સન કે એજન્ટ તરીકે નિમણૂક કરી ન હોવા છતાં, ખોટા કમિશનના વ્યવહારો દર્શાવીને રૂ.1,41,141ની ચૂકવણી કરી હતી. કંપનીના મિસ્તરી રવિન્દ્રભાઈ સોલંકી, સ્ટોર કીપર પ્રકાશભાઈ ચાંપાનેરીની પૂછપરછમાં સ્પષ્ટ થયું હતું કે આ બીલો મુજબનો કોઈપણ માલ ફેક્ટરીમાં ઇનવર્ડ કે સપ્લાય થયો નહોતો.
    Click here to Read More
    Previous Article
    જી.કે.ના નેત્ર વિભાગ દ્વારા 14 દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો:ચક્ષુદાન પખવાડિયું શરૂ, ‘નેત્રદાનનો સંકલ્પ, દૃષ્ટિ આપશે’નો સંદેશ ફેલાવાશે
    Next Article
    શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા:સુરેન્દ્રનગરમાં ઈસ્કોનના રંગોત્સવમાં શ્રીકૃષ્ણ સંસ્કાર ચિત્ર સ્પર્ધા: 400થી વધુ કલાકાર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment