Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખો રેશનકાર્ડ ધારકોને માસના પ્રારંભે જ અનાજ મળતાં ખુશી:રેશનિંગ દુકાન પર અનાજ પહોંચાડીને પંચમહાલ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

    8 hours ago

    દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા રેશનિંગ કાર્ડધારકોને વહેલી તકે સરકારી અનાજનો જથ્થો મળી રહે તે માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. જિલ્લાની તમામ વાજબી ભાવની (રેશનિંગ) દુકાનો પર માસિક અનાજનો જથ્થો સમયસર પહોંચાડવાની કામગીરીમાં પંચમહાલ જિલ્લા પુરવઠા નિગમે 100% લક્ષ્યાંક નિર્ધારિત સમયમાં પૂર્ણ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. રાજ્યમાં પંચમહાલ જિલ્લાએ તમામ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં દિવાળી પહેલાં જ અનાજનો જથ્થો સફળતાપૂર્વક પહોંચાડીને આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી છે. જિલ્લા પુરવઠા નિગમ તંત્ર દ્વારા ગોડાઉનોથી લઈને ગ્રામ્ય અને શહેરી વિસ્તારની દરેક રેશનિંગ દુકાન સુધી જથ્થો ઝડપથી પહોંચાડવા માટે ખાસ માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરાયું હતું. પુરવઠા નિગમના ગોડાઉનમાંથી વાહનોના સુચારુ રૂટ મેપિંગ, ઓનલાઈન ડિજિટલ ગેટપાસ અને જીપીએસ (GPS) ટ્રેકિંગ સિસ્ટમની આધુનિક તકનીકનો ઉપયોગ કરાયો હતો, જેના પરિણામે કોઈપણ વિલંબ વગર સીધો જથ્થો દુકાનદાર સુધી પહોંચાડાયો હતો. જિલ્લા પુરવઠા નિગમના અધિકારીઓની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા, ઘોઘંબા, જાંબુઘોડા અને મોરવા (હડફ) સહિતના જિલ્લાના તમામ તાલુકાઓની વાજબી ભાવની દુકાનોમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું સહિતનો આવશ્યક જથ્થો સમયસર પહોંચતો કરી દેવાયો છે. રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવવાની આ સિદ્ધિથી પંચમહાલ જિલ્લાના રેશનિંગ કાર્ડધારકોને મહિનાની શરૂઆતમાં અને દિવાળીના તહેવાર ટાણે જ પોતાની નજીકની દુકાનેથી અનાજ મળવાનું સુનિશ્ચિત થઈ ગયું છે. આ સાથે જ સોમવારથી રેશનિંગ ધારકો પોતાની સંબંધિત દુકાન પરથી સરકારી અનાજનો જથ્થો મેળવી શકશે, જેનાથી કાર્ડધારકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સોનવાડી, ઈચ્છાપોર બાદ 3 ચો.કિમીના વિસ્તારમાં ત્રીજી વોલ:ગડતમાં અંબિકા નદીથી થતું ધોવાણ રોકવા 3 કરોડના ખર્ચે પ્રોટેકશન વોલનું કામ શરૂ
    Next Article
    વિજયનગર ત્રણ રસ્તે પાસે ટ્રાફિક પોલીસનું ચેકિંગ:ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરતા 13 વાહનો દંડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment