Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સાતમ-આઠમના અઠવાડિયા પહેલા મહિલા જુગાર ક્લબ ઝડપાઈ:શ્રીજી કૃપામાં 13 મહિલા પત્તા રમતી રંગે હાથ પકડાઈ, મોડી રાત સુધી કાર્યવાહી રોકવા રાજકીય દબાણ કરાયું

    10 hours ago

    જન્માષ્ટમીનો તહેવાર નજીક છે. સાતમ-આઠમ પર જુગાર રમાતો હોય છે. તેવામાં વેરાવળમાં ગીતા વિદ્યાલય નજીક આવેલી જલારામ સોસાયટીમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો છે. તપાસમાં તેને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. શ્રીજી કૃપા નામના રહેણાંક મકાનમાં 13 મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ છે, જેની પાસેથી 46,050 રૂપિયા રોકડ રકમ કબજે કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, કુંદન માખેચા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવીને ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમાડતી હતી અને આર્થિક લાભ માટે નાલ ઉઘરાવતી હતી. પ્રતિષ્ઠિત ઘરોની મહિલાઓ સામેલ શહેરના પ્રતિષ્ઠિત પરિવારોની મહિલાઓની સંડોવણી સામે આવતા આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે. દરોડા બાદ પોલીસ કાર્યવાહી અટકાવવા માટે મોડી રાત સુધી રાજકીય આગેવાનો દ્વારા ફોન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વ્યાપક બની હતી, જોકે પોલીસે દબાણને નકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારમાં ઝડપાયેલી મહિલાઓના નામ મહિલા પોલીસ અને પંચોની હાજરીમાં દરોડો એલસીબીએ જુગારધારા હેઠળ ખાસ વોરંટ મેળવી મહિલા પોલીસ અને પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 46,050 રૂપિયા રોકડ, ગંજીપત્તાના 52 પાના અને એક પાથરણું જપ્ત કરાયું હતું. રાત્રિનો સમય હોવાથી તમામ મહિલાઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવી ન હતી, પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS-2023)ની કલમ 35(3) હેઠળ નોટિસ આપીને તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખોટી નંબર પ્લેટવાળી બોલેરો પિકઅપમાંથી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ રૂ.3.29 લાખના દારૂ સાથે રૂ.8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ખડ ખંભાળિયા ડુંગર પર પ્રાચીન દુધેશ્વર મહાદેવ મંદિર:સૌરાષ્ટ્રમાંથી હજારો ભાવિકો સોમવારના દિવસે મહાદેવના દર્શને આવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment