Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોસાડ આવાસમાં લોહિયાળ ખેલ:પિતાએ મોબાઈલ નીચે ફેંકી દેતાં ઉશ્કેરાયેલી દીકરીએ કૂકરના ઢાંકણા અને છરીના ઘા ઝીંકી પિતાને રહેંસી નાખ્યા

    22 hours ago

    સુરતમાં શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં કૌટુંબિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય ઘરકામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલી 22 વર્ષીય દીકરીએ પિતા પર કૂકરના ઢાંકણા અને છરી વડે જીવલેણ હુમલો કરી ક્રૂર હત્યા કરી નાખી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરકામ બાબતે બોલાચાલી થતાં પિતાએ મોબાઈલ ફેંકી દીધો કોસાડ આવાસમાં રહેતા મંજુબેન ઉર્ફે ચંપાબેન રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. 31 ઓક્ટોબરની રાત્રે આશરે 10.30 વાગ્યાના અરસામાં તેમના 55 વર્ષીય પતિ રમેશસિંહ કૈલાસસિંગ રાજપૂત તથા સૌથી નાની દીકરી કાજલ ઘરે હાજર હતા. તે દરમિયાન ઘરકામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી. આ દરમિયાન પિતા રમેશસિંહે ગુસ્સામાં આવીને કાજલના હાથમાંથી મોબાઈલ છીનવી નીચે પટકી દીધો હતો. આવેશમાં આવી કૂકરનું ઢાંકણું અને છરીના ઘા ઝીંક્યા મોબાઈલ ફેંકી દેતાં કાજલ ઉર્ફે વિક્રમ ભારે આવેશમાં આવી ગઈ હતી. તેણે ઘરમાંથી કૂકરનું ઢાંકણું અને છરી ઉઠાવી પિતા રમેશસિંહ પર તૂટી પડી હતી. કાજલે પિતાના માથામાં કૂકરના ઢાંકણાના ફટકા માર્યા હતા અને પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા રમેશસિંહ લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ઓટલા પાસે દોડી આવ્યા હતા અને ત્યાં જ ઢળી પડી બેભાન થઈ ગયા હતા. માતાએ જ દીકરી સામે હત્યાની ફરિયાદ નોંધાવી ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ના તબીબે તપાસ બાદ રમેશસિંહને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકની પત્ની મંજુબેને પોતાની જ સગી દીકરી કાજલ ઉર્ફે વિક્રમ સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ પર હોમ ક્લીનિંગ બુક કરવું ભારે પડ્યું:ગાંધીનગરમાં કૃષિ ભવનના હેડ ક્લાર્કના ઘરમાંથી ₹6.16 લાખના દાગીનાની ચોરી, રાજસ્થાનની ગેંગના 4 શખ્સો ઝડપાયા
    Next Article
    કેન્સર પીડિત વૃદ્ધાને ગ્રાહક કોર્ટે અપાવ્યો ન્યાય:મુકેશ પરીખની દલીલોથી વીમા કંપનીનો અન્યાયી દાવો રદ, વ્યાજ સાથે રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment