Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્સર પીડિત વૃદ્ધાને ગ્રાહક કોર્ટે અપાવ્યો ન્યાય:મુકેશ પરીખની દલીલોથી વીમા કંપનીનો અન્યાયી દાવો રદ, વ્યાજ સાથે રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

    23 hours ago

    અનેક વીમા કંપનીઓ વર્ષો સુધી પોલિસી ધારકો પાસેથી મોંમાગ્યા પ્રીમિયમ વસૂલ્યા પછી પણ મુશ્કેલીના સમયે કાયદેસરના દાવા નકારી કાઢે છે. દર્દીઓએ ન્યાય મેળવવા માટે મજબૂરીમાં ગ્રાહક કોર્ટના દ્વાર ખટખટાવવા પડે છે અને લાંબી કાનૂની લડત આપવી પડે છે. વાસણાના લીનાબેનનો કિસ્સો અમદાવાદના વાસણા વિસ્તારના 70 વર્ષીય સિનિયર સીટીઝન લીનાબેન શાહને જીભનું કેન્સર થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિષ્ણાત ડોક્ટરે ટાર્ગેટેડ થેરાપી ઇન્જેક્શન દ્વારા સારવાર આપી હતી. ₹ 5 લાખનો સમ ઇન્સ્યોર્ડ હોવા છતાં, સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કંપનીએ બે તબક્કાના કુલ રૂ. 1,42,912 ના દાવા નકારી કાઢ્યા હતા. ટાર્ગેટેડ થેરાપી અંગે દલીલો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે લેખિત અને મૌખિક દલીલો કરી હતી કે આ સારવાર માત્ર રોગપ્રતિકારક શક્તિ માટે નહોતી, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ હતી. કીમોથેરાપીથી વિપરીત, ટાર્ગેટેડ થેરાપી માત્ર કેન્સરગ્રસ્ત કોષો પર જ હુમલો કરે છે, જેથી તંદુરસ્ત કોષો સુરક્ષિત રહે છે અને આડઅસરો ઘટે છે. ગ્રાહક કમિશનનો મહત્વનો ચુકાદો અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એમ. એચ. પટેલ અને સભ્ય એમ. બી. ચૌહાણે ગ્રાહક પક્ષની રજૂઆતો માન્ય રાખી હતી. કમિશને સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ મંજૂર કરી દર્દીને સારવારની રકમ વાર્ષિક 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોસાડ આવાસમાં લોહિયાળ ખેલ:પિતાએ મોબાઈલ નીચે ફેંકી દેતાં ઉશ્કેરાયેલી દીકરીએ કૂકરના ઢાંકણા અને છરીના ઘા ઝીંકી પિતાને રહેંસી નાખ્યા
    Next Article
    'Truly Evil, A Real-Life Bond Villain': An Ex-PM Describes Vladimir Putin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment