Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ પર હોમ ક્લીનિંગ બુક કરવું ભારે પડ્યું:ગાંધીનગરમાં કૃષિ ભવનના હેડ ક્લાર્કના ઘરમાંથી ₹6.16 લાખના દાગીનાની ચોરી, રાજસ્થાનની ગેંગના 4 શખ્સો ઝડપાયા

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર 3ડી વિસ્તારમાં દિવાળીના તહેવારો અગાઉ ઘરની સફાઈ કરાવવાનું એક સરકારી કર્મચારીના પરિવારને મોંઘું સાબિત થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને હોમ ક્લીનિંગ સર્વિસ બુક કરનાર હેડ ક્લાર્કના ઘરમાંથી સાફ-સફાઈ કરવા આવેલા કારીગરો જ રૂ. 6,16,000ની કિંમતના સોનાના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે સેક્ટર-7 પોલીસે ત્વરિત એક્શન પ્લાન બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી દઈ છે રાજસ્થાનની કુખ્યાત ગેંગના ચાર શખસોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કૃષિ ભવનના હેડ ક્લાર્કે રીલ જોઈ કર્યો સંપર્ક ગાંધીનગર સેક્ટર 3ડી, પ્લોટ નંબર 1036/1 ખાતે પરિવાર સાથે રહેતા અને કૃષિ ભવનમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કવનકુમાર યોગેશચંદ્ર પંડ્યા આગામી દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના ઘરની સફાઈ કરાવવા માંગતા હતા. આ માટે તેમણે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર 'GJ Home Clinic Service' ની એક રીલ જોઈ હતી અને તેમાં દર્શાવેલ નંબર પર સંપર્ક કરી ઘરનો વિડીયો મોકલી કોટેશન માંગ્યું હતું. પ્રથમ રૂ. 6500 નું કોટેશન મળ્યા બાદ પ્રથમ માળની સફાઈ સહિત સમગ્ર ઘરના કામમાટે રૂ. 9500 માં સોદો નક્કી થયો હતો. સફાઈના ઓનલાઇન પૈસા ચૂકવ્યા બાદ બીજા દિવસે ચોરીનો ઘટસ્ફોટ ગત 29 ઓક્ટોબરના રોજ બપોરે કંપનીના પાંચ માણસો સાધનો સાથે કવનકુમારના ઘરે આવ્યા હતા. તે વખતે ઘરમાં કવનકુમાર, તેમના પિતા અને માતા છાયાબેન હાજર હતા. પરિવારે પ્રથમ માળે આવેલા છાયાબેનના બેડરૂમના કબાટમાં કિંમતી દાગીના હોવાથી તે રૂમ સાફ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. દરમિયાન બેડરૂમમાં કામ કરી રહેલા બે માણસોએ છાયાબેન પાસે ચા માંગતા તેઓ ચા બનાવવા નીચે ગયા હતા અને કવનકુમાર પણ નોકરી જવા નીકળી ગયા હતા. આ તકનો લાભ લઈને તસ્કરોએ કબાટમાંથી ઘરેણાં ભરેલું પાઉચ તફડાવી લીધું હતું. સાંજે કામ પૂરું થયા બાદ કર્મચારીઓએ ફોન કરીને સફાઈના નાણાં માંગતા કવનકુમારે ગૂગલ પે મારફતે QR કોડ સ્કેન કરીને રૂ. 9500 ચૂકવી આપ્યા હતા. ઘરની સફાઈ બાદ તે દિવસે પરિવારને દાગીના ચોરાયા હોવાનો કોઈ અહેસાસ થયો ન હતો પરંતુ, બીજા દિવસે 30 ઓક્ટોબરના રોજ બપોરે છાયાબેને કબાટમાં તપાસ કરતા રૂ. 6.16 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. જે અંગે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘ-4 અંડરબ્રિજ પાસેથી પેસેન્જર વાહન ઘેરી તસ્કરોને દબોચ્યા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી અને સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. મકવાણા સહિતની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ આદરી હતી. દરમિયાન બાતમીદારની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વીસનગરથી ગાંધીનગર થઈને અમદાવાદ તરફ જઈ રહેલા પેસેન્જર વાહનને ગાંધીનગર ઘ-4 અંડરબ્રિજ પાસેથી ઘેરી લીધું હતું. સોનાના દાગીના સહિત ₹6.36 લાખનો મુદ્દામાલ રિકવર પોલીસની પકડમાં આવેલા આરોપીઓની પૂછપરછમાં તેમના નામ પ્રકાશ ઉર્ફે શંકર મેઘાજી ધુલાજી કીર, માંગીલાલ કાળુજી મોડાજી કીર, દિનેશકુમાર કાનાજી મોડાજી કીર અને પ્રભુલાલ રૂપાજી લાલુજી કીર હોવાનું બહાર આવ્યું છે. આ તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને આ પ્રકારે ચોરીને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલા સોનાના દાગીના, ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગેંગના આ તમામ ઇસમોને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 'હર શહર જંતર મંતર', કોંગ્રેસ અને Gen-Zનું આંદોલન:પોલીસ IIM પાસે રાહ જોતી રહી ને રેલી માનસી સર્કલ પહોંચી ગઈ, CEC જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ
    Next Article
    કોસાડ આવાસમાં લોહિયાળ ખેલ:પિતાએ મોબાઈલ નીચે ફેંકી દેતાં ઉશ્કેરાયેલી દીકરીએ કૂકરના ઢાંકણા અને છરીના ઘા ઝીંકી પિતાને રહેંસી નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment