Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલમાં હવે ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું અપમાન નહીં થાય:પરિણામના આધારે વિદ્યાર્થીઓને અલગ નહીં બેસાડી શકાય, બેદરકારી બદલ શાળાઓ સામે થશે કડક કાર્યવાહી

    8 hours ago

    અત્યાર સુધી શાળાઓમાં વિદ્યાર્થીની ક્ષમતા તેના માર્ક્સ અને પરીક્ષાના પરિણામથી માપવામાં આવતી હતી, પરંતુ હવે આ અભિગમ બદલવાનો સમય આવ્યો છે. ગુજરાત સરકારે એવો નિયમ બનાવ્યો છે કે શાળામાં ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન નહીં કરી શકાય કે વધુ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ સાથે તેની સરખામણી પણ નહીં કરી શકાય. એટલું જ નહીં, પરિણામના આધારે વિદ્યાર્થીઓને અલગ બેસાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે રાજ્યની ધોરણ 9થી 12ની તમામ શાળાઓમાં નવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગે આ માટે શિક્ષણ નિયમોમાં સુધારો કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ દરેક શાળામાં 'સ્કૂલ વેલનેસ ટીમ' બનાવવી પડશે. આ ટીમનું કામ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, હતાશા, ભય અને અસામાન્ય વર્તનનાં શરૂઆતનાં સંકેતો ઓળખવાનું રહેશે. એટલે કે વિદ્યાર્થીની મુશ્કેલી ગંભીર બને તે પહેલાં જ શાળા સ્તરે મદદ મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. માર્ક્સની રેસમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને રાહત શાળાઓમાં વધુ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓને આગળ બેસાડવા અને ઓછા માર્ક્સ લાવનારાઓને અલગ રાખવાની પ્રથા સામે સરકારની નવી જોગવાઈ મહત્વની છે. હવે શૈક્ષણિક દેખાવના આધારે વિદ્યાર્થીઓનું વિભાજન કરી શકાશે નહીં. કોઈ વિદ્યાર્થીને જાહેરમાં ઉતારી પાડવો કે બીજા સાથે તેની સરખામણી કરવી પણ નિયમ વિરુદ્ધ ગણાશે. શાળાઓએ એવું વાતાવરણ બનાવવું પડશે જેમાં વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવવા છતાં અપમાન કે ભયનો સામનો ન કરવો પડે. વિદ્યાર્થીની વાત હવે તેનો સહપાઠી પણ સાંભળશે નવી વ્યવસ્થામાં 'મનો-મિત્ર' નામની અનોખી પહેલ સામેલ કરવામાં આવી છે. દરેક શાળામાં વિદ્યાર્થીઓમાંથી લીડરની પસંદગી કરાશે. આ મનો-મિત્ર પોતાના સહપાઠીઓની વાત સાંભળશે અને તેમને મુશ્કેલી હોય તો યોગ્ય શિક્ષક કે કાઉન્સેલર સુધી પહોંચાડવામાં મદદ કરશે. ઘણી વખત વિદ્યાર્થીઓ પરિવાર કે શિક્ષકો સામે પોતાની સમસ્યા વ્યક્ત કરતાં અચકાય છે, ત્યારે સહપાઠી સાથે વાત કરી શકે તેવો વિકલ્પ ઊભો કરવાનો આ પ્રયાસ છે. 100 વિદ્યાર્થીની સંખ્યા પાર થતાં જ નિષ્ણાતની જવાબદારી શાળામાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તો એક લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિમણૂક કરવી પડશે. નાની શાળાઓએ નજીકના આરોગ્ય કેન્દ્રો, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અથવા ટેલી-માનસ સેવા સાથે જોડાણ કરવાનું રહેશે. એટલે હવે વિદ્યાર્થીની માનસિક સમસ્યાને માત્ર શિસ્તનો પ્રશ્ન ગણીને અવગણી શકાશે નહીં. પરીક્ષા અને પરિણામના સમયે ખાસ ધ્યાન બોર્ડની પરીક્ષા, પરિણામ જાહેર થવાનો સમય અને ધો. 8માંથી 9 તથા ધો. 10માંથી 11માં પ્રવેશ જેવા તબક્કાઓમાં વિદ્યાર્થીઓ પર વધતું દબાણ ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શન આપવું પડશે. શાળાઓએ યોગ, ધ્યાન, રમતગમત, સંગીત, નૃત્ય અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ નિયમિત કરાવવી પડશે. શાળાની બેદરકારી સાબિત થશે તો કાર્યવાહી વિદ્યાર્થી આત્મહાનિ કે આત્મહત્યાના વિચારો ધરાવતો હોવાના સંકેત મળે તો શાળાએ તાત્કાલિક પગલાં લેવાં પડશે. કોઈ વિદ્યાર્થી આત્મહાનિનો પ્રયાસ કરે તો તેને એકલો છોડી શકાશે નહીં અને જરૂર મુજબ તબીબી મદદ આપવી પડશે. શાળાને જોખમની જાણ હોવા છતાં સમયસર પગલાં ન લેવાય અને ગંભીર ઘટના બને તો તેને સંસ્થાકીય બેદરકારી ગણવામાં આવશે. જવાબદાર શાળા કે અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકશે. આ નિયમોના અમલ પર નજર રાખવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દેખરેખ સમિતિ પણ બનાવવામાં આવશે. આમ, સરકારની નવી વ્યવસ્થામાં શાળાઓની જવાબદારી માત્ર અભ્યાસ કરાવવા અને પરિણામ સુધારવા પૂરતી નહીં રહે, પરંતુ વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થ અને સુરક્ષિત રહે તેની જવાબદારી પણ શાળાએ નિભાવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    SIRના વિરોધમાં ગુજરાતના 3 હજાર કાર્યકરો જોડાયા:રાજકોટની હોટેલમાં દારૂ પાર્ટી પર રેડ, 76 લોકો ઝડપાયા; સુરતના ખજોદમાં ફરી વિકરાળ આગ
    Next Article
    ગોત્રીમાં છઠ્ઠા માળે બાળકીનું 20 મિનિટનું દિલધડક રેસ્ક્યુ:ફાયર ટીમના જવાને જીવના જોખમે બાળકીને ઉપરથી ખેંચી બહાર કાઢી નવજીવન આપ્યું, પરિસરમાં ગૂંજ્યા 'ખોડિયાર મા'ના જયકારા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment