Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો:મેન્સ અને વુમન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યા; ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં 'ગોલ્ડન ડબલ' સિદ્ધિ મેળવી

    1 day ago

    ભારતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ઐતિહાસિક સફળતા મેળવી છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવાર, 31 ઓક્ટોબરે રમાયેલી મેન્સ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 54-20ના મોટા અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને ચેમ્પિયન બન્યું. ફાઇનલ મુકાબલાની શરૂઆતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ ટૂંક સમયમાં જ રમત પર પોતાની પકડ મજબૂત બનાવી હતી. સુરજીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રથમ હાફની અંતિમ 10 મિનિટમાં શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામે 15-2ની સરસાઈ મેળવી હતી. પ્રથમ 20 મિનિટની રમત પૂર્ણ થતાં ભારતે 30-10ની મજબૂત લીડ મેળવી લીધી હતી. બીજા હાફમાં શ્રીલંકાની ટીમે કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓના આક્રમક રેડિંગ અને મજબૂત ડિફેન્સ સામે તેમની એક પણ ચાલ સફળ થઈ નહોતી. શ્રીલંકાની ટીમ બીજા હાફમાં માત્ર 10 પોઇન્ટ જ મેળવી શકી હતી અને અંતે ભારતે 54-20થી ભવ્ય વિજય નોંધાવ્યો હતો. ભારત તરફથી આદિત્ય શિંદે સૌથી સફળ ખેલાડી રહ્યો હતો. તેણે કુલ 10 પોઇન્ટ મેળવ્યા હતા, જેમાં 6 ટચ પોઇન્ટ અને 4 બોનસ પોઇન્ટનો સમાવેશ થાય છે. ભરત હુડ્ડાએ આઠ અને પંકજ મોહિતેએ 6 પોઇન્ટનું યોગદાન આપ્યું હતું. જ્યારે યોગેશ દહિયાએ પાંચ ટેકલ પોઇન્ટ મેળવીને ભારતીય સંરક્ષણની જવાબદારી અસરકારક રીતે નિભાવી હતી. શ્રીલંકા તરફથી દુકાન મડુવંથાએ સૌથી વધુ 6 પોઇન્ટ મેળવ્યા હતા. પોઇન્ટના આંકડા પર નજર કરીએ તો રેડિંગમાં ભારતે 30-11 અને ટેકલમાં 14-9થી સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમે મેચ દરમિયાન ચાર વખત ઓલઆઉટ કરીને આઠ વધારાના પોઇન્ટ પણ મેળવ્યા હતા. આખી ટુર્નામેન્ટમાં ભારત અજેય ભારતીય મેન્સ ટીમે આ ચેમ્પિયનશિપમાં શરૂઆતથી જ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ટીમે સતત આઠ મેચમાં જીત મેળવીને અજેય રહેવાની સિદ્ધિ નોંધાવી હતી. ફાઇનલમાં જીત બાદ કેપ્ટન સુરજીત સિંહ અને વાઇસ કેપ્ટન નવીન કુમારે ભારતીય તિરંગો લહેરાવીને મેદાનમાં વિજય કૂચ કરી હતી. 13 દેશોની મેન્સ ટીમ વચ્ચે નવ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધાનું આયોજન એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા (AKFI)એ કર્યું હતું, જ્યારે તેને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની માન્યતા પ્રાપ્ત હતી. વુમન્સ ટીમે પણ જીત્યો ગોલ્ડ, ભારતનો ગોલ્ડન ડબલ મેન્સ ફાઇનલ પહેલાં રમાયેલી વુમન્સની ફાઇનલમાં પણ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે યુગાન્ડાને 35-15ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતે મેન્સ અને વુમન્સ બંને ડિપાર્ટમેન્સમાં ટાઇટલ જીતીને ઐતિહાસિક 'ગોલ્ડન ડબલ' સિદ્ધ કર્યું હતું. મેન્સ ડિપાર્ટમેન્ટના વિનર્સ: ગોલ્ડ મેડલ: ભારત સિલ્વર મેડલ: શ્રીલંકા બ્રોન્ઝ મેડલ: કેન્યા અને બાંગ્લાદેશ વુમન્સ ડિપાર્ટમેન્ટના વિનર્સ: ગોલ્ડ મેડલ: ભારત સિલ્વર મેડલ: યુગાન્ડા બ્રોન્ઝ મેડલ: કેન્યા અને શ્રીલંકા
    Click here to Read More
    Previous Article
    ઈશાન કિશન 32 બોલમાં 61 રન બનાવીને આઉટ:કેપ્ટન અય્યર પણ 23 બોલમાં ફિફ્ટી ફટકારીને આઉટ થયો; કિવીઝ બોલર્સે ટીમને કમબેક કરાવ્યું
    Next Article
    ટ્રમ્પની નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી:ટ્રમ્પે કહ્યું- ઈરાનના એક-બે ઠેકાણા ઉડાવવાના બાકી, રિપોર્ટ- અમેરિકા 4 નવેમ્બરે હુમલો કરી શકે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment