Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉકરડાના ખાડા બાબતે તકરાર:પાડોશીઓના હુમલા અને ધમકીથી ગભરાઈ પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ

    21 hours ago

    હિંમતનગરના રામપુર (ઘોરવાડા)માં પાડોશીઓ વચ્ચે ઉકરડાનો ખાડો ઊંડો કરવા જેવી બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી પરિવારે ગાળાગાળી કરી, પાવડો, દાતરડું અને લાકડી જેવા હથિયારો સાથે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આઘાતમાં સરી પડેલા પ્રૌઢે દુકાને જઈ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનારની પત્નીએ ગાંભોઈ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રામપુર (ઘોરવાડા) ખાતે રહેતા 55 વર્ષીય વીણાબેન જગદીશભાઈ ગોસ્વામીના પતિ જગદીશપુરીએ ગત 27 ઓક્ટોબરના રોજ સવારે આશરે આઠ વાગ્યે પાડોશી અમીચંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલને કહ્યું હતું કે, તમે ઉકરડો લઈ લીધા બાદ તેનો ખાડો વધારે ઊંડો કેમ કર્યો છે આ સામાન્ય બાબત સાંભળતાં જ અમીચંદભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં પાવડો લઈ મારવા દોડ્યા હતા. ત્યારબાદ અમીચંદભાઈના પત્ની કપીલાબેન દાતરડું લઈને આવ્યા હતા, જ્યારે તેમનો દીકરો રોહિત હાથમાં લાકડી લઈ તથા પુત્રવધૂ આશાબેન ઉપરાણું લઈને દોડી આવ્યા હતા. આ ચારેય જણાએ વીણાબેન તથા તેમના પુત્ર કાર્તિક સાથે ઝપાઝપી કરી તમે બીજા ગામના છો, અહીંયાથી ઘર ખાલી કરીને જતા રહો નહીંતર જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. આ ઝઘડા અને વારંવારની ધમકીઓથી ભારે આઘાત અને મનદુઃખ અનુભવતા જગદીશપુરી ગોસ્વામી પોતાની દુકાને ગયા હતા અને ત્યાં પાણીના ગ્લાસમાં ઉંદર મારવાની દવાની પડીકી ઘોળીને પી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    બેંકના લેટરપેડનો ખોટો ઉપયોગ કર્યાનું ખુલતા હિંમતનગર પાલિકાનો નિર્ણય:બોગસ બેંક ગેરંટી કેસમાં ઉમા એન્ટરપ્રાઇઝને બ્લેક લિસ્ટ કરાઈ
    Next Article
    સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરાઈ:હિંમતનગરમાંથી 113.20 લિટર શંકાસ્પદ ઘી જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment