Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંકના લેટરપેડનો ખોટો ઉપયોગ કર્યાનું ખુલતા હિંમતનગર પાલિકાનો નિર્ણય:બોગસ બેંક ગેરંટી કેસમાં ઉમા એન્ટરપ્રાઇઝને બ્લેક લિસ્ટ કરાઈ

    22 hours ago

    હિંમતનગર પાલિકામાં વર્ષ 2025-26માં આઉટ સોર્સિંગથી મેનપાવર પૂરો પાડનાર ઉમા એન્ટરપ્રાઈઝે રજૂ કરેલ બેંક ગેરંટી બોગસ હોવાના મામલામાં પાલિકાએ તેને બ્લેક લિસ્ટ કરી વર્ષ 2026-27 ના ટેન્ડર માટે રજૂ કરેલ રૂ. 25 લાખની ડિપોઝિટ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે હિંમતનગર પાલિકામાં મેન પાવર સપ્લાય માટે વર્ષ 2026-27 ના વર્ષ માટે ઉમા એન્ટરપ્રાઈઝને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન જ ડીઆરડીએ સાબરકાંઠા કચેરીમાં ઉમા એન્ટરપ્રાઈઝ દ્વારા બોગસ બેંક ગેરંટી રજૂ કરાઈ હોવા અંગે ફરિયાદ દાખલ થતાં નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માં ઉમા એન્ટરપ્રાઈઝે રજૂ કરેલ બેંક ગેરંટી મામલે ગાંધીનગર યસ બેંકમાં તપાસ કરાઈ હતી અને આ બેંક ગેરંટી બોગસ હોવાનું ખૂલ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. નોંધનીય છે કે વર્ષ 2026-27 ના કામ માટે એજન્સી પાસે બેંક ગેરંટી નહીં પરંતુ રૂ. 25 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવાયો હતો. સમગ્ર મામલે કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલે જણાવ્યું કે સમગ્ર મામલો નવી બોડી ચૂંટાઈને આવી તે પહેલાનો છે. ઉમા એન્ટરપ્રાઈઝ દ્વારા યસ બેંકના લેટરપેડનો ખોટો ઉપયોગ કરવા બદલ જરૂરી કાર્યવાહી કરવા તા. 24-08-26 ના રોજ બેંકને જાણ કરી દીધી હતી અને 30 ઓક્ટોબરે મળેલ સામાન્ય સભામાં ઉમા એન્ટરપ્રાઈઝને બ્લેક લિસ્ટ કરવા અને ચાલુ વર્ષે વર્ક ઓર્ડર લેતાં સમયે રજૂ કરેલ રૂ. 25 લાખની ફિક્સ ડિપોઝિટ જપ્ત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    22 ખાદ્ય પેઢીઓમાં તપાસ:રાધનપુરમાં મીઠાઈમાં સોડા એશ-હાનિકારક રંગોનો ઉપયોગ ચામુંડા નાસ્તા હાઉસ અને ગોડાઉન બંધ રાખવા નોટિસ આપી
    Next Article
    ઉકરડાના ખાડા બાબતે તકરાર:પાડોશીઓના હુમલા અને ધમકીથી ગભરાઈ પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment