Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:આત્મા અને ચેતના વચ્ચે શું તફાવત?

    21 hours ago

    જયેશ દવે આત્માને ઓળખ્યા વિના રે લખચોરાસી નહીં રે ટળે... ભક્તિરચના હોય કે પછી ‘આત્માનો અવાજ કહે તેમ કરવું’ જેવી ઉક્તિ હોય. આત્મા જેવું કશું સર્વોપરી છે તે સ્વીકારાયેલું છે, પરંતુ આત્મા એટલે? આ પ્રશ્નનો ઉત્તર પામવો મુશ્કેલ છે. સરળ શબ્દોમાં કહીએ તો, અરીસો પોતાનું પ્રતિબિંબ જોવા ઈચ્છે તો કેવી રીતે જોઈ શકે? બસ, આવી જ કંઈક આ બાબત છે. તો શું આત્માને સમજી ન શકાય? આખરે અધ્યાત્મ અને વિજ્ઞાન આત્માને કેવી રીતે સમજાવે છે, શું વ્યાખ્યા કરે છે? આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આત્માને સમજવા માટે પહેલાં તો ચેતના અને આત્મા વચ્ચેનો તફાવત સમજવો રહ્યો. વિજ્ઞાન માટે આત્મા જેવું કશું છે જ નહીં, ત્યારે તેના માટે ચેતના એટલે કે કોન્શિયસનેસ જ કેન્દ્રમાં છે. જીવવિજ્ઞાન માટે ચેતના મગજની પ્રક્રિયા છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો અને ન્યૂરોસાયન્ટિસ્ટોનું માનવું છે કે ચેતના કોઈ અલૌકિક કે બહારનું તત્ત્વ નથી, પરંતુ મગજમાં રહેલા અબજો ન્યૂરોન્સ, ન્યૂરોટ્રાન્સમીટર અને વીજ-રાસાયણિક પ્રક્રિયાઓનું સામૂહિક પરિણામ છે. વિજ્ઞાનના મતે પોતાના અસ્તિત્વનો અનુભવ, સારા-ખરાબની લાગણી, સંવેદના આ બધું જ મગજની જટિલ ન્યૂરોલોજિકલ વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયા છે. હૃદય અને મગજ કામ કરવાનું બંધ કરે ત્યારે આ ચેતના કે જે કહો તે પણ રહેતું નથી. વિજ્ઞાન આનો પુરાવો આપતાં જણાવે છે કે, વ્યક્તિને એનેસ્થેસિયા આપવામાં આવે કે મગજના ચોક્કસ ભાગમાં ઈજા થાય અથવા કોઈ કેમિકલ અસંતુલન સર્જાય ત્યારે વ્યક્તિની ચેતના કે જેને અધ્યાત્મ ‘દ્રષ્ટા’ કહે છે તેનો અનુભવ અટકી જાય છે, બદલાઈ જાય છે. જો આમ થતું હોય તો આ ચેતનાને શરીરથી અલગ કોઈ એકમ કેવી રીતે ગણી શકાય? જોકે, આ સ્વયંના હોવા અંગેનું જ્ઞાન કઈ પ્રક્રિયા અને તેમાંથી કેવી રીતે પ્રગટ થાય છે તેનો જવાબ તેની પાસે નથી. ક્વોન્ટમ કક્ષાએ ઘણું એવું થાય છે જેનો વિજ્ઞાન પાસે જવાબ નથી. નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી સર રોજર પેનરોઝ અને ડૉ. સ્ટુઅર્ટ હેમરોફે તર્ક આપ્યો કે ચેતના એ મગજના ન્યૂરોન્સમાં આવેલા ‘માઈક્રોટ્યૂબ્યુલ્સ’માં થતી ક્વોન્ટમ પ્રક્રિયા છે અને આ ક્વોન્ટમ માહિતી શરીરના મૃત્યુ પછી પણ નષ્ટ થતી નથી. ભૌતિકશાસ્ત્રીઓએ સ્વીકાર કર્યો જ છે કે શરીરમાં કશુંક એવું તો છે જે શરીરની સાથે નષ્ટ થતું નથી. વિજ્ઞાન પણ આ સેલ્ફ અવેરનેસ - ચેતનાને સમજવા માગે છે. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદય બંધ પડી ગયા બાદ પુનર્જીવિત થયેલા લોકોના અનુભવના આધારે કોન્શિયસનેસને સમજવાનો પ્રયાસ વર્ષોથી થઈ રહ્યો છે. આ માટે વર્ષ 2008માં ક્રિટિકલ કેર નિષ્ણાત ડૉ. સેમ પારનિયાની આગેવાનીમાં એક પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. શરીરથી અલગ ચેતના એ કોઈ વાસ્તવિકતા છે કે માત્ર ભ્રમણા તે જાણવા માટે કરાયેલા આ AWARE સ્ટડી પ્રોજેક્ટમાં UK, US અને ઓસ્ટ્રેલિયાની 15થી વધુ હોસ્પિટલોમાં કાર્ડિયાક અરેસ્ટના 2000થી વધુ દર્દીઓનો અભ્યાસ કરાયો. પ્રયોગના ભાગરૂપે ICU અને ઇમરજન્સીની છતની નજીક ખાસ ચિહ્નો અને તસવીરો મૂકવામાં આવ્યાં હતાં, જે પલંગમાં સૂતેલી વ્યક્તિ કે રૂમમાં હાજર ડૉક્ટર સીધી રીતે જોઈ ન શકે. આ પ્રોજેક્ટ અંતર્ગત મળેલાં તારણોમાં કાર્ડિયાક અરેસ્ટ બાદ બચી ગયેલા દર્દીઓમાંથી 39% દર્દીઓએ જાગૃતિ અને સભાનતાનો અનુભવ કર્યો. 2% દર્દીઓએ ‘આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ’ અનુભવ્યો અને 57 વર્ષીય દર્દીએ હૃદય બંધ પડ્યા બાદ ફરી જીવિત થયા ત્યાં સુધીની લગભગ ત્રણ મિનિટ દરમિયાન રૂમમાં થયેલી તમામ તબીબી પ્રક્રિયાઓ અને સાધનોના અવાજોનું સ્પષ્ટ વર્ણન કર્યું, જે મેડિકલ રેકોર્ડ સાથે સંપૂર્ણ મેળ ખાતું હતું. 2023માં પણ AWARE પ્રોજેક્ટના બીજા ભાગમાં આવા કેસોનો અભ્યાસ કરાયો. તેમાં એટલો નિષ્કર્ષ જરૂર આવ્યો કે ક્લિનિકલ મૃત્યુ એ કોઈ એક ક્ષણની ઘટના નથી પરંતુ પ્રક્રિયા છે અને મગજ બંધ થયા પછી પણ માનવ ચેતના અમુક સમય સુધી સક્રિય અને અનુભવ-સક્ષમ હોઈ શકે છે. સામાન્ય ન્યૂરોસાયન્સ માને છે કે હૃદય બંધ થયા પછી પણ મગજના ઊંડા ભાગોમાં થોડી સેકન્ડો સુધી વિદ્યુત પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે અથવા તો ઓક્સિજનની અછત અને એન્ડોર્ફિનના કારણે ભ્રમણા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે. આથી આગળ વિચારતાં કેટલાક ન્યુરોસાયન્ટિસ્ટ માને છે કે, ક્લિનિકલ ડેથ પછી ક્રમબદ્ધ સ્મૃતિઓ અને સેકન્ડો નહીં મિનિટો સુધીની સભાનતા દર્શાવે છે કે ચેતના માત્ર મગજ પૂરતી સીમિત નથી, તે તેનાથી કંઈક વિશેષ છે. જોકે આ વિશેષ શું છે તેનો જવાબ વિજ્ઞાન આપી શકતું નથી અને અધ્યાત્મ તેનો જવાબ તર્ક અને અનુભૂતિ સંલગ્ન આપે છે, ત્યારે આત્મા વિશે વધુ વાત આગળના ક્રમે કરીએ.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:બોલ, બીજો શ્રદ્ધાનો શું પુરાવો બાકી છે? તારી આંસુ સાથે પણ આરતી ઉતારી છે
    Next Article
    દેશ-વિદેશ:ફક્ત હવાઈ હુમલાથી જંગ જિતાય? ઈરાન યુદ્ધનો અસલી પાઠ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment