Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:નીતિ અને ન્યાય

    18 hours ago

    ડો. જયેશ વાછાણી પાછી દિવાળી આવી ગઈ. આ વર્ષે ઘણું કરવાનું રહી ગયું તો ઘણું થઈ ગયું. આયોજન મુજબનું પણ થયું અને વળી કેટલુંક અચાનક થયું. ઘણું સુધર્યું તો ઘણું બગડ્યું. કેટલીક ભૂલો થઈ તો કેટલુંક શીખવા મળ્યું. કેટલુંક નવું થયું તો કેટલુંક જૂનું રિપીટ થયું. નવી ટેવ પડી ને જૂની ટેવ મૂકી. નવા મિત્રો મળ્યા, જૂના ભુલાઈ પણ ગયા. થોડાક સંબંધો ગાઢ થયા તો કેટલાક બગડ્યા. કેટલુંક ન કરવાનું કર્યું અને કેટલુંક કરવાનું ન કર્યું. ક્યાંક મજા આવી તો ક્યાંક જામી નહીં. આખું વર્ષ વહી ગયું, એના સ્વભાવ મુજબ. આપણી જિંદગીમાં એક વર્ષનો ઉમેરો થયો. ક્યાંક હતાં ત્યાંથી ક્યાંક પહોંચ્યાં. સુખ-દુઃખ આવતાં રહ્યાં, ઉતાર-ચઢાવ થતાં રહ્યાં અને બસ આપણે આગળ વધતાં રહ્યાં. નવું વર્ષ પણ આમ જ આવશે અને વીતશે. ઘણું આપશે અને કેટલુંક લઈ પણ લેશે. આપણું ધાર્યુંય થશે અને આપણે સપનામાં પણ નહીં ધાર્યું હોય એવું પણ થશે. ‘હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું’ની વાતો વચ્ચે જિંદગી ક્યારે શું વળાંક લે એ સમજ બહાર હોય છે. આપણે કશું જ નથી એવું જિંદગીએ ઘણીવાર આડકતરી રીતે સમજાવ્યું છે, પણ આપણે એ સંકેત ભૂલી જઈએ છીએ. નવા વર્ષે સાક્ષીભાવે જીવતાં શીખવા જેવું છે, પળેપળે સજાગ રહી જિંદગીની ગતિને સમજવા જેવી છે. આવું કેમ અને શા માટે થયું એ વિચારી સમજ વિકસાવવા જેવી છે. સારું કે ખરાબ થાય ત્યારે ભૂતકાળ તરફ નજર દોડાવવાથી ક્યાંક કળી મળશે, આંકડા બેસશે અને તાળો મળશે. જે થાય છે તેની પાછળ કંઈક ચોક્કસ રહસ્ય છે. કર્મ કરી પરિણામ સ્વીકારતાં શીખવું પડશે. બધું આપણી ધારણા મુજબ નથી ચાલતું. એ તો કર્મ, વિચાર અને ભાવને આધારે જ ઘડાય છે. જિંદગી એકસરખી નથી રહેવાની. સ્વાર્થ કે ભૂલ હશે તો એવું ફળ મળશે, નિષ્ઠા અને સદભાવ હશે તો એ મુજબ પરિણામ મળશે. નીતિ આપણી, ન્યાય કુદરતનો. સાંજે વ્હીકલમાં પડતું પંચર કદાચ સવારે ગરીબ શાકભાજીવાળા સાથે કરેલા બાર્ગેનિંગનું ફળ હોય, તો ક્યાંક પેક એડમિશનમાં અચાનક મળેલી જગ્યા કોઈ અજાણ્યાને રસ્તો પાર કરાવવાનું પરિણામ હોય. જિંદગી કર્મ અને પરિણામનું સંતુલન બરાબર જાળવે છે, પણ કઈ રીતે એ કહેતી નથી. નવા વર્ષે આવી અનેરી સમજ કેળવી આગળ વધીએ.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:ટાંકો તૂટ્યો,હિંમત નહીં
    Next Article
    અમલપિયાલી:પ્રકાશ નાશવંત છે અને અંધકાર શાશ્વત છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment