Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુખની શોધ:યોગિક પદ્ધતિથી ક્રોધ ઉપર કાબૂ મેળવવાના ઉપાય

    16 घंटे पहले

    હસમુખ અઢિયા દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક ગુસ્સા પર કાબૂ ન કરી શકતા હોવાની સમસ્યા થાય છે. કેટલાકને પોતાની આ નબળાઈનો ખ્યાલ પણ હોતો નથી. ગુસ્સો વ્યક્ત કરવાથી કદાચ ટૂંકા ગાળામાં ફાયદો થાય, પરંતુ લાંબા ગાળે તે સંબંધો, સ્વભાવ અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ગુસ્સો આંતરિક શાંતિને ભંગ કરે છે, પ્રાણના પ્રવાહને અનિયમિત બનાવે છે અને શરીરની ઓટોનર્વસ સિસ્ટમ ને પણ અસર કરે છે. સમય જતાં વ્યક્તિનો સ્વભાવ કડવો બની જાય છે. તેથી ક્રોધને સમજવો અને તેના પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. ગુસ્સો એ તણાવનું બાહ્ય સ્વરૂપ છે. તણાવ બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારનો હોય છે. બીમારી, પરિવારજનોનું અવસાન કે આર્થિક મુશ્કેલી બાહ્ય તણાવનાં કારણો છે. પરંતુ ગુસ્સાનું સૌથી મહત્ત્વનું કારણ આંતરિક તણાવ છે, જે અધૂરી ઇચ્છાઓ, નિરાશા, ઉપેક્ષાની લાગણી કે આત્મસન્માનને ઠેસ પહોંચવાથી જન્મે છે. ભગવદ્ ગીતામાં પણ ઇચ્છાઓની પૂર્તિમાં અવરોધ આવે ત્યારે ક્રોધ ઉત્પન્ન થવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. આપણી ઇચ્છાઓ અને જવાબદારીઓની યાદી ક્યારેય પૂરી થતી નથી. વધુ સામાજિક સંબંધો જાળવવા, દરેકની અપેક્ષાઓ સંતોષવા અને પોતાની ક્ષમતા કરતાં વધુ જવાબદારીઓ સ્વીકારીને આપણે સતત દોડતા રહીએ છીએ. પરિણામે જીવનમાં અસંતુલન ઊભું થાય છે. જ્યારે પરિસ્થિતિ પરનો કાબૂ ગુમાવીએ છીએ, ત્યારે ગુસ્સો પ્રગટ થાય છે. ક્રોધ વ્યવસ્થાપનના ત્રણ મહત્ત્વના સિદ્ધાંતો પ્રથમ, પોતાની ઇચ્છાઓનું વ્યવસ્થાપન કરીએ. શું શક્ય છે અને શું નહીં, તેનો વાસ્તવિક અંદાજ રાખીએ. દરેક પ્રલોભન પાછળ દોડવાની જરૂર નથી. જે ઇચ્છાઓ પૂરી કરવાનાં સાધનો કે ક્ષમતા આપણી પાસે ન હોય, તે નિરાશા પેદા કરે છે અને નિરાશા ઘણીવાર ક્રોધનું કારણ બને છે. બીજું, બીજાઓ પાસેથી અપેક્ષાઓ ઘટાડીએ. આપણે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આપણા જેટલી જ પ્રામાણિક, સમયપાલક અને વ્યવસ્થિત હોય. પરંતુ દરેક વ્યક્તિનો સ્વભાવ, સંજોગો અને કાર્ય કરવાની રીત અલગ હોય છે. બીજાઓ આપણી અપેક્ષા પ્રમાણે ન વર્તે ત્યારે ગુસ્સે થવાને બદલે તેમની મર્યાદાઓ સ્વીકારવી જોઈએ. કોઈની ઉપર બરાડવાથી કોઈ ભાગ્યે જ બદલાય છે; સમજણપૂર્વકના સંવાદથી પરિવર્તનની શક્યતા વધે છે. ત્રીજું, અહંકાર પર નિયંત્રણ મેળવીએ. ઘણીવાર બીજાની ટીકાથી આપણને એટલે પીડા થાય છે કારણ કે આપણું આત્મસન્માન તેમના અભિપ્રાય પર આધારિત હોય છે. દરેક વ્યક્તિના અભિપ્રાયને મહત્ત્વ આપવાની જરૂર નથી. પોતાનું મૂલ્ય ઓળખીએ અને બીજાની ટીકા સામે સંતુલિત રહીએ, તો અહંકાર ઘવાવાની શક્યતા ઘટે છે. આ ઉપાયો લાંબા ગાળે મદદરૂપ થાય છે, પરંતુ ગુસ્સો આવે ત્યારે તાત્કાલિક શું કરવું? જ્યારે ગુસ્સો વધતો જણાય, ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડી ક્ષણ રોકાઈ જાઓ. શક્ય હોય તો તે પરિસ્થિતિથી થોડા સમય માટે દૂર થઈ જાઓ. શાંતિથી બેસીને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. ચંદ્ર અનુલોમ-વિલોમમાં જમણું નસકોરું બંધ રાખીને ડાબા નસકોરાથી ધીમે અને આરામથી શ્વાસ અંદર લો તથા બહાર કાઢો. શ્વાસ રોકવાની જરૂર નથી. ત્યારબાદ મન શાંત થાય ત્યારે ગુસ્સાનું મૂળ કારણ સમજો અને તેના ઉકેલ માટે વિચારપૂર્વક પગલાં લો. ક્રોધને દબાવવો એ તેનો કાયમી ઉકેલ નથી; ક્રોધનાં મૂળ કારણોને સમજવાં અને પોતાની પ્રતિક્રિયા પર નિયંત્રણ મેળવવું એ જ સાચું ક્રોધ વ્યવસ્થાપન છે. યોગિક અભિગમ આપણને બાહ્ય પરિસ્થિતિઓ બદલવા કરતાં પહેલાં પોતાના મનને સમજવાની અને તેને સંતુલિત કરવાની દિશામાં આગળ વધારે છે.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:શ્વેતવસ્ત્રાવૃતા પૃથ્વી એટલે શરદપૂર્ણિમા
    Next Article
    કૉલાજ:આપણું શરીર કબ્રસ્તાન છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment