Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લામાં ત્રણ સ્થળે રક્તદાન કેમ્પ યોજાયા:સરદાર પટેલની જન્મજયંતિએ વિશ્વ ઉમિયાધામના યુવા સંગઠને મોડાસા, ધનસુરા અને બાયડમાં કેમ્પ યોજ્યા

    2 days ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે વિશ્વ ઉમિયાધામ, જાસપુર-અમદાવાદના યુવા સંગઠને અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજ્યા હતા. અરવલ્લી જિલ્લા યુવા સંગઠને મોડાસા, ધનસુરા અને બાયડમાં કેમ્પનું આયોજન કર્યું હતું. મોડાસામાં ઉમિયા મંદિર, ધનસુરામાં ઓધવ વિદ્યામંદિર અને બાયડમાં ગાયત્રી મંદિરમાં કેમ્પ યોજાયા હતા. આયોજકોએ રક્તદાન કરનારા તમામ દાતાઓનો આભાર માન્યો હતો. માલપુર તાલુકાના ઉમાછત્ર કન્વીનર અક્ષયભાઈનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. કેમ્પના આયોજનમાં મહેનત કરનારા અરવલ્લી જિલ્લાના યુવા સંગઠનના સભ્યો, ચેરમેન સંજયભાઈ, કાર્યકરો અને અરવલ્લી જિલ્લાના તમામ VUF સંગઠનોનો આભાર વ્યક્ત કરાયો હતો. આભાર વ્યક્ત કરનાર VUF અરવલ્લી જિલ્લા ટીમે સૌને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    મગફળી-સીંગદાણાના બાચકાઓ વચ્ચે છુપાવેલો 21 કિલો ગાંજો કબજે:ઓરિસ્સાથી રાજકોટ ગાંજો લાવતા ગોંડલના 3 પેડલર ઝડપાયા, 2 શખ્સો વોન્ટેડ
    Next Article
    જાયન્ટ્સ મોડાસાએ સરદાર પટેલની જન્મજયંતી ઉજવી:માલપુર રોડના વધારી તળાવ ખાતે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment