Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાયન્ટ્સ મોડાસાએ સરદાર પટેલની જન્મજયંતી ઉજવી:માલપુર રોડના વધારી તળાવ ખાતે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

    2 days ago

    અરવલ્લી જિલ્લાના મોડાસામાં જાયન્ટ્સ મોડાસા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માલપુર રોડ પર આવેલા વધારી તળાવ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. ઉપસ્થિત લોકોએ દેશના એકીકરણમાં તેમના યોગદાન અને રાષ્ટ્રસેવાને યાદ કર્યા. કાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ સભ્ય નિલેશ જોશી, ડૉ. તીર્થ (અમદાવાદ), જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ અમરીશ પંડ્યા, પ્રવીણભાઈ પરમાર, વિનોદ ભાવસાર, રમણભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિત નાગરિકો હાજર રહ્યા હતા. નિલેશ જોશીએ કહ્યું કે સરદાર પટેલે દેશનાં વિવિધ રજવાડાંને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી. તેમણે સરદાર પટેલની દૃઢ ઇચ્છાશક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતને સરદાર પટેલ પર ગૌરવ છે. અંતે ઉપસ્થિત લોકોએ ‘સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો’ના નારા લગાવ્યા અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંકલ્પ લીધો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી જિલ્લામાં ત્રણ સ્થળે રક્તદાન કેમ્પ યોજાયા:સરદાર પટેલની જન્મજયંતિએ વિશ્વ ઉમિયાધામના યુવા સંગઠને મોડાસા, ધનસુરા અને બાયડમાં કેમ્પ યોજ્યા
    Next Article
    Simon Harmer Shines As South Africa Win 3rd Test Against Australia To Claim Series

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment