Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગફળી-સીંગદાણાના બાચકાઓ વચ્ચે છુપાવેલો 21 કિલો ગાંજો કબજે:ઓરિસ્સાથી રાજકોટ ગાંજો લાવતા ગોંડલના 3 પેડલર ઝડપાયા, 2 શખ્સો વોન્ટેડ

    2 days ago

    ઓરિસ્સાથી આઇસરમાં મગફળી-સીંગદાણાના બાચકાઓ વચ્ચે ગાંજો છુપાવીને લાવવામાં આવતો હતો. જોકે, રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર બામણબોર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે આઇસરને અટકાવી 21 કિલો ગાંજા સાથે ગોંડલના 3 પેડલરને ઝડપી પાડ્યા હતા. જોકે 2 શખ્સો વોન્ટેડ હોવાથી તેમને પકડી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મગફળી અને સીંગદાણાના બાચકા સાથે ગાંજાનો જથ્થો મળી આવ્યો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, શહેર પોલીસ દ્વારા નશાનો કારોબાર ડામી દેવા 'સે નો ટુ ડ્રગ્સ' મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર બામણબોર પાસેથી શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થતા આઇસરને અટકાવી તલાસી લેતા તેમાં મગફળી અને સીંગદાણાના બાચકા સાથે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બે આરોપીઓ ફરાર પોલીસે ઝડપાયેલા આઈસર ટ્રકમાંથી 21 કિલો 892 ગ્રામ (21.892 કિલો) ગાંજો કબજે કર્યો હતો. જેની કિંમત ₹10,94,600 છે અને કુલ મુદ્દામાલની કિંમત ₹27,72,600 થાય છે. પોલીસે ગોંડલના પેડલર ફરીદ મેરાજભાઈ બલોચ, મહેબૂબ આદમભાઈ ડોડીયા અને હસમુખ શાંતિભાઈ અગ્રાવતની ધરપકડ કરી હતી. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જાવિદ મકરાણી અને સલમાન બલોચ પકડવાના બાકી છે. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે જાવિદ મકરાણી અને સલમાન બલોચ છે. જેમના પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે. પ્રાથમિક પૂછપરછ મુજબ, આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે. પકડાયેલા આરોપીઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે હાલ નોંધાયેલ નથી. આ સમગ્ર ગુનાની વધુ તપાસ એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઈ. પી.બી. જાડેજાને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એકતા દિવસ પર વડાપ્રધાનનું સંબોધન:નકસલવાદનો સફાયો કરાયો માનસિક નક્સલી સામે લડીશું; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન
    Next Article
    અરવલ્લી જિલ્લામાં ત્રણ સ્થળે રક્તદાન કેમ્પ યોજાયા:સરદાર પટેલની જન્મજયંતિએ વિશ્વ ઉમિયાધામના યુવા સંગઠને મોડાસા, ધનસુરા અને બાયડમાં કેમ્પ યોજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment