Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતા દિવસ પર વડાપ્રધાનનું સંબોધન:નકસલવાદનો સફાયો કરાયો માનસિક નક્સલી સામે લડીશું; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એકતા પરેડ પહેલા દેશભરમાં એકતા માટે વડાપ્રધાને શપથ લેવાડાવ્યાં હતા. ત્યારે એકતા પરેડ યોજાઈ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો છે.દરમિયાન એકતા દિવસની ઉજવણીમાં સંબોધનમાં તેમણે નકસલવાદના સફાયો કરાયો છે અને હવે માનસિક નકસલ સામે લડવાનું છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીરાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી છે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. સવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરાઈ હતી. વડાપ્રધાન મોદીએ 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ત્રણ તસવીર PM મોદીએ ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણને ખુલ્લું મુક્યું હતું. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય આકર્ષણ એવા 220 મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નજીકથી નિહાળ્યો હતો. આ પ્રોજેક્ટમાં ઉગાડેલા વિવિધ છોડ-વૃક્ષો વિશેની ઝીણવટભરી વિગતો નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા પાસેથી મેળવી હતી. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સમત્વ વાટિકા, ઝેન ગાર્ડન અને વિવિધ બોન્સાઈ વૃક્ષો નિહાળ્યા PM મોદીએ “વામન વૃક્ષ વાટિકા”ની પણ મુલાકાત લીધી હતી. આ ઉદ્યાનમાં પરંપરાગત ટેકનિક્સ દ્વારા ઉછેરવામાં આવેલા કુલ 65 જાતિના 1,147 મિનીએચર વૃક્ષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને ઈ-કાર્ટ મારફતે વાટિકાનું પરિભ્રમણ કરીને સમત્વ વાટિકા, ઝેન ગાર્ડન અને વિવિધ બોન્સાઈ વૃક્ષો નિહાળ્યા હતા. તેમજ ઉદ્યાનના ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, પરંપરાગત ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂરની વીડિયો પ્રસ્તુતિ નિહાળી હતી. ત્યારબાદ બોન્સાઈ તાલીમ કાર્યશાળાની મુલાકાત લઈને સ્થાનિક મહિલા કારીગરો દ્વારા થતી વામન વૃક્ષ ઉછેરની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે સંવાદ કર્યો હતો. આ સાથે પ્રવાસીઓને પ્રકૃતિ, કલા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવવા માટે અહીં ઝરણા, ફાઉન્ટેન, તળાવ, વ્યૂઇંગ ડેક, ગઝેબો, સ્મૃતિચિહ્ન દુકાન અને બાળકો માટે રમવાની જગ્યા જેવી સુવિધાઓની પણ મુલાકાત કરવામાં આવી હતી. આ પણ વાંચો: વડોદરામાં ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી;ર ન ફોર યુનિટીમાં દોડમાં જોડાયા આ પણ વાંચો: ભીલડીમાં મોદીએ કહ્યું-કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે આ પણ વાંચો: PM મોદી નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા, એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર:વિપક્ષની સંસદ 3:23 કલાક ચાલી, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન-મહાભિયોગ પાસ; 19 પક્ષોના 215 સાંસદો હાજર રહ્યા
    Next Article
    મગફળી-સીંગદાણાના બાચકાઓ વચ્ચે છુપાવેલો 21 કિલો ગાંજો કબજે:ઓરિસ્સાથી રાજકોટ ગાંજો લાવતા ગોંડલના 3 પેડલર ઝડપાયા, 2 શખ્સો વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment