Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ કરવા માંગ:આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી કેશોદ એરપોર્ટનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવાની માંગ કરી

    2 days ago

    ​અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ગુજરાત સરકાર સમક્ષ એક મહત્વની રજૂઆત કરી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કેશોદ એરપોર્ટનું નામ 'સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ' રાખવા માટે માંગણી કરી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ અને કેશોદના ઇતિહાસ સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગાઢ રીતે જોડાયેલું છે. ​ઇતિહાસને યાદ કરતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે જ્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું નક્કી કર્યું હતું, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની સૂઝબૂઝ અને કુનેહના કારણે જ જૂનાગઢ આજે ભારત દેશનો અભિન્ન હિસ્સો બની શક્યો છે. તે સમયે સરદાર પટેલે આરઝી હકૂમતની સ્થાપના કરી હતી, જેના લોકસેનાના અધ્યક્ષ કેશોદના રતુભાઈ અદાણી હતા. સરદાર પટેલ દ્વારા નવાબ પર લશ્કરી, આર્થિક અને પ્રજાકીય દબાણ ઊભું કરવામાં આવતા અંતે તે નવાબે કેશોદ એરપોર્ટ પરથી જ પાકિસ્તાન તરફ ભાગવું પડ્યું હતું. ​આ ઐતિહાસિક ઘટના અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને કાયમી ધોરણે યાદગાર બનાવવા તથા આવનારી પેઢીઓ તેમાંથી પ્રેરણા લેતી રહે તે હેતુથી કેશોદ એરપોર્ટનું નામ બદલવું જરૂરી છે. પ્રવીણ રામે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જે કેશોદ એરપોર્ટ પરથી સરદાર પટેલે નવાબને પાકિસ્તાન ભાગવા મજબૂર કર્યા હતા, તે એરપોર્ટનું નામ લોહપુરુષના નામ પર રાખવામાં આવે તો આ ઇતિહાસ કાયમી માટે અમર રહેશે અને તે સૌરાષ્ટ્રની જનતાની લાગણીને અનુરૂપ સાચો આદરભાવ ગણાશે.
    Click here to Read More
    Previous Article
    GCCI દ્વારા "She Builds, She Leads" ફાયરસાઇડ ચેટ યોજાઈ:રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી વક્તાઓની ઉપસ્થિતિ, મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ પર ભાર મુકવામાં આવ્યો
    Next Article
    GIFT સિટીમાં વૈશ્વિક બિઝનેસના ભવિષ્ય પર મંથન:IIFTના ‘આરોહણ-2026’માં દેશ-વિદેશના એક્સપર્ટ્સ એક મંચ પર, વેપાર, માર્કેટિંગ, ફાઇનાન્સ અને સપ્લાય ચેઇનના બદલાતા સમીકરણો પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment