Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCCI દ્વારા "She Builds, She Leads" ફાયરસાઇડ ચેટ યોજાઈ:રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી વક્તાઓની ઉપસ્થિતિ, મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ પર ભાર મુકવામાં આવ્યો

    2 days ago

    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની બિઝનેસ વિમેન કમિટી (BWC) દ્વારા તેના W.I.R.E – ‘વિમેન ઇન રિયલ એસ્ટેટ’ મિશન અંતર્ગત એક વિશેષ "ફાયર સાઇડ ચેટ" કાર્યક્રમ “She Builds, She Leads” નું ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રની અગ્રણી મહિલા શક્તિઓએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. જેમાં ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી ડૉ. હસરત જાસ્મીન (IAS), શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ (SIRE) ના સ્થાપક અને MD સુશ્રી દિપાલી શાહ, પાર્શ્વનાથ ગ્રુપના ડિરેક્ટર અને મેનેજિંગ પાર્ટનર સુશ્રી રિદ્ધિ પટેલ તેમજ મેલુહા સ્પેશિયલ ડિઝાઇન (ઇન્ટિરિયર વિઝ્યુઅલાઈઝર) ના સ્થાપક અને MD સુશ્રી રૂપા શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પ્રતિષ્ઠિત મહિલા એન્ટરપ્રેન્યોરસ અને વિવિધ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંવાદ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઉભરતી નવી તકો, પડકારો, નિયમનકારી જાગૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના ઘડતરમાં મહિલાઓની બદલાતી ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત અને ગહન ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં BWCના કો-ચેરપર્સન સુશ્રી બંસી શાહ દ્વારા પ્રારંભિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ GCCI બિઝનેસ વુમન કમિટીનાં ચેરપર્સન સુશ્રી શાલુ લેખડિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરિત કરવા, સશક્ત બનાવવા અને વ્યવસાય તથા ઉદ્યોગ ક્ષેત્રે તેમની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો છે. ઉપસ્થિત વક્તાઓની સિદ્ધિઓનો પરિચય આપતા તેમણે મહિલાઓમાં રહેલી નિર્માણ કરવાની સહજ ક્ષમતા અને તેમના સંવેદનશીલ અભિગમ (empathetic approach) વિશે વાત કરી હતી. તેમણે GCCI ના પ્લેટિનમ અને ડાયમંડ પાર્ટનર્સ તેમજ BWC ના વાર્ષિક પ્રાયોજકો અને કોર્પોરેટ કન્ટ્રીબ્યુટર્સનો આભાર માન્યો હતો. GCCI ના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ આ મહત્વપૂર્ણ આયોજન બદલ બિઝનેસ વિમેન કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વક્તાઓ દ્વારા પ્રાપ્ત માર્ગદર્શન અને વિવિધ સૂચનો તમામ મહિલા ઉદ્યોગસાહસિકો માટે અત્યંત ઉપયોગી નીવડશે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માટે સમાન તકો (level playing field) ઉપલબ્ધ છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. સુશ્રી સારિકા ભટ્ટ ઠક્કરના કુશળ સંચાલન હેઠળ યોજાયેલ આ ફાયરસાઇડ ચેટ અત્યંત રસપ્રદ, જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક રહી હતી. કાર્યક્રમના અંતે GCCI બિઝનેસ વુમન કમિટીનાં કો-ચેરપર્સન સુશ્રી નમ્રતા શાહ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો વિધિવત આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એકતા દિવસ પર વડાપ્રધાનનું સંબોધન:ગુજરાત સહિત દેશના કલાકારોએ પર્ફોમન્સ કર્યુ; એકતા પરેડમાં દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન
    Next Article
    કેશોદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ કરવા માંગ:આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી કેશોદ એરપોર્ટનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment