Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIFT સિટીમાં વૈશ્વિક બિઝનેસના ભવિષ્ય પર મંથન:IIFTના ‘આરોહણ-2026’માં દેશ-વિદેશના એક્સપર્ટ્સ એક મંચ પર, વેપાર, માર્કેટિંગ, ફાઇનાન્સ અને સપ્લાય ચેઇનના બદલાતા સમીકરણો પર ચર્ચા

    2 days ago

    GIFT સિટીમાં વૈશ્વિક વ્યવસાયના બદલાતા પરિદૃશ્ય, આંતરરાષ્ટ્રીય વેપારની નવી તકો અને ભવિષ્યના આર્થિક પડકારો અંગે ચર્ચા કરવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના GIFT સિટી કેમ્પસ દ્વારા બે દિવસીય બિઝનેસ કોન્કલેવ ‘આરોહણ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘એસેન્ટ ઇન અ ચેન્જિંગ ગ્લોબલ ઇકોનોમી’ થીમ પર યોજાયેલા આ કોન્કલેવમાં ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક જગતના દેશ-વિદેશના નિષ્ણાતો એક મંચ પર આવ્યા છે. 31 ઓક્ટોબરે IIFTના વાઇસ ચાન્સેલર ડૉ. કે. રંગરાજને કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. રંગરાજને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે GIFT સિટી ઝડપથી ઉભરી રહી છે ત્યારે અહીં વૈશ્વિક વેપાર, ફાઇનાન્સ અને બિઝનેસના બદલાતા પરિમાણો અંગે ચર્ચા માટે આવું મંચ મહત્ત્વનું છે. તેમણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA), ઉદ્યોગ સાહસિકો, નીતિ ઘડવૈયાઓ અને શિક્ષણ જગત વચ્ચે સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોન્કલેવનો હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગના અનુભવી નેતાઓ સાથે સીધા જોડવાનો IIFT GIFT સિટી કેમ્પસના પ્રોફેસર અને કેમ્પસ હેડ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોન્કલેવનો હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગના અનુભવી નેતાઓ સાથે સીધા જોડવાનો અને તેમને વ્યવસાયિક ક્ષેત્રની વાસ્તવિક પરિસ્થિતિઓનો અનુભવ કરાવવાનો છે. જ્યારે DGFTના જોઈન્ટ ડિરેક્ટર અને સુરત SEZના ડેવલપમેન્ટ કમિશનર ડૉ. રાહુલ સિંહે ગુજરાતમાં IIFTની હાજરીને આંતરરાષ્ટ્રીય વેપાર, નિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. ટાટા, ગોદરેજ સહિતની કંપનીઓના એક્સપર્ટ્સે વેપારની નવી દિશા અંગે ચર્ચા કરી કોન્કલેવના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય વેપાર અને માર્કેટિંગના બદલાતા પરિદૃશ્ય પર બે મુખ્ય પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. પ્રથમ પેનલ ‘ટ્રેડ ઇન ટ્રાન્ઝિશન’માં વૈશ્વિકીકરણના બદલાતા સમીકરણો, બજારો, રાષ્ટ્રો અને મલ્ટિનેશનલ કંપનીઓ વચ્ચેના સંબંધો અંગે ચર્ચા થઈ હતી. આ સત્રનું સંચાલન એર કાર્ગો એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ACAAI)ના રાષ્ટ્રીય પ્રમુખ સમીર જે. શાહે કર્યું હતું. ચર્ચામાં DGFTના ડૉ. રાહુલ સિંહ, FIEOના જોઈન્ટ ડિરેક્ટર જયપ્રકાશ ગોયલ, એસ્ટ્રામાર શિપિંગના સ્થાપક અમિત ઓઝા, એન્કર લાઇન્સના દેવાંગ જોશી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના નિતિન મોહન શાંડિલ્ય, જેસન્સ ઇન્ડસ્ટ્રીઝના પંકજ પટોડિયા અને ગોદરેજ એન્ડ બોયસના આશુતોષ ગુપ્તા જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર, નિકાસ, લોજિસ્ટિક્સ અને વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. બીજી પેનલ ‘માર્કેટિંગ ઇન મોશન’માં વૈશ્વિક અર્થતંત્રના બદલાતા માહોલમાં બ્રાન્ડની વૃદ્ધિ માટેની નવી વ્યૂહરચનાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમાં સિમ્ફની લિમિટેડના ગૌરવ સારડા, ડાબર ઇન્ડિયાના રાજીવ દુબે, ઝાયડસ લાઇફસાયન્સિસના રાજીવ નંદા અને કોસ્મેટિક્સ કોન્સેપ્ટ રિસર્ચના સ્થાપક જિગર પટેલે ભાગ લીધો હતો. HR ક્ષેત્રમાં ‘ધ હ્યુમન એજ’ પર પણ મંથન આરોહણ-2026ના ભાગરૂપે ‘ધ હ્યુમન એજ’ વિષય પર વિશેષ HR કોન્કલેવનું આયોજન કરાયું હતું. તેમાં બદલાતા ઉદ્યોગજગતમાં માનવ સંસાધન વ્યવસ્થાપન, કર્મચારીઓની ભૂમિકા અને સંસ્થાકીય વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સત્રમાં હસ્ક પાવર સિસ્ટમ્સનાં CHRO પ્રીતિ આહુજા, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના આશિષ લાલ, ઇન્ડોકો રેમેડીઝના રાજન બી. સાવંત અને નોક્રાફ્ટ એનાલિટિક્સનાં લીના લોપેઝ સહિતના HR નિષ્ણાતો જોડાયા હતા. બીજા દિવસે ફાઇનાન્સ અને સપ્લાય ચેઇન પર ચર્ચા કોન્કલેવના બીજા દિવસે નાણાકીય બજારોમાં થઈ રહેલા પરિવર્તન, રોકાણ, નવીનતા અને આર્થિક સ્થિતિસ્થાપકતા પર ચર્ચા માટે ‘ધ ઇવોલ્વિંગ ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપ’ પેનલ યોજાશે. તેમાં વ્યુટ્રેડ IFSCના રોનિત કર, કેરએજ ગ્લોબલ IFSCના મયંક દેવપુરા, HDFC બેંકના મનીષ કુમાર, નુવામા પ્રાઇવેટના ઉત્સવ શાહ અને ફિલિપ વેન્ચર્સ IFSCના મિહિર શિરગાંવકર ભાગ લેશે. આ ઉપરાંત ‘બિલ્ટ ફોર વોલેટિલિટી’ વિષય હેઠળ સપ્લાય ચેઇન, ઓપરેશન્સ અને કન્સલ્ટિંગ ક્ષેત્રના પડકારો તથા ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા થશે. આ સત્રમાં કેપજેમિની, એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ, એક્સેન્ચર અને ગ્રાન્ટ થોર્ન્ટન ભારત સહિતની સંસ્થાઓના નિષ્ણાતો ભાગ લેશે. વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતનો પ્રત્યક્ષ અનુભવ આપવાનો પ્રયાસ IIFTના GIFT સિટી કેમ્પસ દ્વારા આયોજિત આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વૈશ્વિક બિઝનેસના પ્રવાહો, ઉદ્યોગોની જરૂરિયાતો અને વાસ્તવિક વ્યવસાયિક પડકારોથી પરિચિત કરાવવાનો છે. આંતરરાષ્ટ્રીય વેપાર, ફાઇનાન્સ, માર્કેટિંગ, HR અને સપ્લાય ચેઇન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે અંગે પણ વિદ્યાર્થીઓને સમજ મળશે. ઉલ્લેખનીય છે કે, IIFTની સ્થાપના વર્ષ 1963માં થઈ હતી. તે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા છે. GIFT સિટી કેમ્પસમાં સંસ્થા બે વર્ષનો MBA (ઇન્ટરનેશનલ બિઝનેસ) પ્રોગ્રામ ચલાવે છે. ગુજરાતની નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે રહેલી ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ કેમ્પસ ઉદ્યોગો, MSME અને અન્ય હિતધારકો માટે તાલીમ તથા મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ ચલાવે છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ કરવા માંગ:આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી કેશોદ એરપોર્ટનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવાની માંગ કરી
    Next Article
    રાહુલ બોલ્યા- 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર:વિપક્ષની સંસદ 3:23 કલાક ચાલી, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન-મહાભિયોગ પાસ; 19 પક્ષોના 215 સાંસદો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment