Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાષ્ટ્રીય એકતા દિવસની રેલી યોજાઈ:ભાવિક પટેલે રેલીને લીલી ઝંડી આપી; સ્વરૂપજી ઠાકોરે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કર્યું

    18 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ પાટણ નગરપાલિકા દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ અંતર્ગત એકતા રેલી યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ દ્વારા એપીએમસી ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલી બી એમ હાઈસ્કૂલ સામેના મેદાન પહોંચી હતી, જ્યાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિતોએ એકતા નગરનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. પાટણ નગરપાલિકા દ્વારા 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં વિશાળ એકતા રેલીનું આયોજન થયું હતું. પાટણ એપીએમસી ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ દ્વારા લીલી ઝંડી આપી આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોને દેશની એકતા, અખંડિતતા અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. એપીએમસી ખાતેથી શરૂ થયેલી એકતા રેલી શહેરના નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈને બી એમ હાઈસ્કૂલ સામેના મેદાન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. આ રેલીમાં વિવિધ શાળાઓના બાળકો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ પાટણના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ એકતા નગર ખાતે યોજાયેલો રાષ્ટ્રીય કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો. આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ગાંધીજીના પૌત્રની કરોડોની જમીન પરથી દબાણ દૂર થશે:2016માં કનુ ગાંધીનું સુરતમાં અવસાન થયું, દાંડીકૂચ સમયે દાદાની લાકડી પકડીને સાથે ચાલ્યા
    Next Article
    ઓઢવ આંગડિયા અપહરણ-લૂંટ કેસમાં ઘટસ્ફોટ:દિલ્હી, લખનઉથી હિમાચલ સુધી ભાગતી ટોળકીને પોલીસે બેરિકેડિંગ કરી પકડી, ₹28 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment