Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવ આંગડિયા અપહરણ-લૂંટ કેસમાં ઘટસ્ફોટ:દિલ્હી, લખનઉથી હિમાચલ સુધી ભાગતી ટોળકીને પોલીસે બેરિકેડિંગ કરી પકડી, ₹28 લાખનો મુદ્દામાલ જપ્ત

    18 hours ago

    અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજ પર ગત 21 ઓક્ટોબરના રોજ બાપુનગર સ્થિત એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખને નકલી GST અધિકારી બની આંતરી, અપહરણ કરી ₹34 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવવાના કેસમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઓપરેશન પાર પાડી મોટી સફળતા મેળવી છે. ગુજરાત પોલીસે હિમાચલ પ્રદેશ પોલીસની સક્રિય મદદથી લેહ તરફ ભાગી રહેલા મુખ્ય લૂંટારૂ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના નાણાંમાંથી ખરીદેલી નવી બ્રેઝા કાર, મોંઘોદાટ આઇફોન અને રોકડ રકમ મળીને કુલ ₹28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 'પેઢીવાળા પોલીસ ફરિયાદ નહીં કરે' એવા વહેમમાં કાવતરું ઘડાયું હતું આ ગુનાના મૂળમાં અગાઉ પકડાયેલા મુખ્ય કાવતરાખોર પ્રીતમ ગોહિલની પેઢી સામેની અંગત અદાવત હતી. નવી પેઢી શરૂ થતાં ગ્રાહકો તૂટવા બાબતે તકરાર સર્જાઈ હતી. પ્રીતમે એવું માનીને સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હતું કે આંગડિયા પેઢીના નાણાં હોવાથી બદનામી કે આઇટી-જીએસટીના ડરના કારણે પેઢી સંચાલકો પોલીસ ફરિયાદ નોંધાવશે નહીં અને બાદમાં અંદરોઅંદર સેટલમેન્ટ કરી લેવાશે. આ ગણતરી સાથે તેણે પોતાના પરિચિત વિશ્વજીત ગોસ્વામીને લૂંટ કરવા તૈયાર કર્યો હતો. વિશ્વજીતે વિકાસ ભારદ્વાજ નામના ડ્રાઇવરને સાથે રાખી 21 ઓક્ટોબરની રાત્રે બેંકમાંથી ₹34 લાખ લઈને નીકળેલા કેતન પરીખને આંતરી કારમાં બેસાડી દીધા હતા અને કઠવાડા તરફ લઈ જઈ રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટના પૈસામાંથી પિતાના નામે કાર ખરીદી, મોંઘો iPhone લીધો લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ લૂંટના રૂપિયામાંથી પ્રીતમ અને તેના ભાઈ અમિતના પિતાના નામે એક નવી બ્રેઝા કાર ખરીદી હતી. આ ઉપરાંત વિશ્વજીતે પોતાના મોજશોખ માટે ₹1.50 લાખની કિંમતનો નવો આઇફોન ખરીદ્યો હતો તેમજ નાગપુરમાં રહેતા એક મિત્રના બેંક ખાતામાં ₹5 લાખ જમા કરાવી દીધા હતા. લેહ પહોંચી અંડરગ્રાઉન્ડ થવાની ફિરાકમાં હતા લૂંટ બાદ પ્રીતમને તેનો હિસ્સો આપવા દિલ્હી બોલાવાયો હતો. ત્યાર બાદ પોલીસ ધરપકડથી બચવા માટે આરોપીઓ સતત ઠેકાણા બદલતા રહ્યા હતા. તેઓ દિલ્હી, લખનઉ, ઇટાવા, ભીંડ, મોરેના અને ગ્વાલિયર જેવા શહેરોમાં આશરો લેતા રહ્યા હતા. પ્રીતમના ભાઈ અમિત શેમડિયાએ આરોપીઓને હિમાચલ પ્રદેશ તરફ ભાગવામાં સક્રિય મદદ કરી હતી. હિમાચલ પહોંચીને આરોપીઓએ પોતાના મોબાઈલ સિમકાર્ડ અને હેન્ડસેટ બદલી નાખ્યા હતા અને લેહ-લદ્દાખ તરફ ભાગી જઈ સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ થવાની ફિરાકમાં હતા. જોકે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોકેશન ટ્રેક કરીને હિમાચલ પ્રદેશ પોલીસ સાથે સંકલન સાધી રસ્તા પર બેરિકેડિંગ કરાવી વિશ્વજીત ગોસ્વામી, વિકાસ ભારદ્વાજ અને અમિત શેમડિયાને દબોચી લીધા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસ પોલીસ રેકોર્ડ મુજબ, પકડાયેલા આરોપી વિશ્વજીત સામે ભૂતકાળમાં મારામારી સહિતના બેથી ત્રણ ગુના નોંધાયેલા છે. જ્યારે વિકાસ ભારદ્વાજનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી, તેને માત્ર ડ્રાઇવિંગ માટે સાથે રાખવામાં આવ્યો હતો. અમિત શેમડિયાએ ગુના બાદ લૂંટારૂઓને આશરો આપવા અને રોકડ નાણાં સગેવગે કરવામાં મદદગારી કરી હતી. પોલીસે આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવી રિમાન્ડ મેળવવા અને બાકીની રકમ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રાષ્ટ્રીય એકતા દિવસની રેલી યોજાઈ:ભાવિક પટેલે રેલીને લીલી ઝંડી આપી; સ્વરૂપજી ઠાકોરે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કર્યું
    Next Article
    Musk With $868 Billion Net Worth Says Saving Money For Future Is Pointless

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment