Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને તહેવાર ટાણે પડતાં પર પાટું:ખાંભા, બાબરા અને કુંકાવાવ પંથકમાં મગફળીના પાથરા અને ઢગલાં ધોવાયા, કપાસના પાકને નુકસાન

    10 hours ago

    અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. બાબરા, કુંકાવાવ અને ખાંભા પંથકમાં વરસેલા ભારે વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોની દિવાળી બગડી ગઈ છે અને ચારેય બાજુ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાંભા, બાબરા અને કુંકાવાવ પંથકમાં મગફળીના પાથરા અને ઢગલાં ધોવાઈ ગયા છે. તો કપાસના પાકને નુકસાન થયું છે. ખાંભા પંથકમાં મોંમાં આવેલો કોળિયો છીનવાયો ખાંભા તાલુકામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે ખેડૂતોના બોરિંગ અને કૂવાના પાણી પણ તળિયા ઝાટક થઈ ગયા હતા. ભારે મુશ્કેલીઓ વેઠીને ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો. ગઈકાલે પવન સાથે આવેલા મીની વાવાઝોડા અને વરસાદના કારણે વાડીઓમાં કાઢીને રાખેલા મગફળીના પાથરા પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વરસાદ પહેલા ખેડૂતોએ પાક બચાવવા ભારે દોડધામ કરી હતી, પરંતુ અચાનક ખાબકેલા વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. પાક ધોવાઈ જવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પશુઓ માટે ઘાસચારો પણ ન બચ્યો ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઈના પાણીની અછત વચ્ચે ખેડૂતોએ માંડ-માંડ પાક ઉછેર્યો હતો. ગઈકાલના વરસાદ બાદ મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પડેલા મગફળીના ઢગલા અને પાથરા પલળી જવાથી હવે પશુઓ માટે ખાવા લાયક ઘાસચારો પણ બચ્યો નથી. મગફળીના સારા ભાવ મળવાની આશા પણ ઠગારી નીવડી છે. ખેડૂતોની વેદના ખેડૂત પાતાભાઈએ જણાવ્યું હતું, પહેલા વરસાદ સારો નહોતો પડ્યો, એટલે થોડું પાણી પાયને પાક બચાવ્યો હતો. પરંતુ ગઈકાલના વરસાદે બધું પૂરું કરી નાખ્યું. પાથરા પલળી ગયા છે, કપાસ પણ બગડી ગયો છે અને હવે શિયાળું પાક થાય તેવી પણ સ્થિતિ નથી. પશુઓ માટે ઘાસચારો પણ બચ્યો નથી. સરકાર સહાય કરે તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે." ખેડૂત વશરામભાઈ પરમારએ જણાવ્યું હતું, ગઈકાલના વરસાદે ભારે નુકસાન કર્યું છે. મગફળી, સોયાબીન અને કપાસના પાથરા પલળી ગયા છે તથા ઊભો પાક પડી ગયો છે. ઘાસચારાને પણ નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં દિવાળી કેવી રીતે ઉજવવી તે મોટો પ્રશ્ન બની ગયો છે. હવે સરકાર જ ખેડૂતો અને માલઢોરને બચાવવા મદદ કરે તેવી અપેક્ષા છે." દિવાળીના ટાણે જ આફત આગામી દિવસોમાં જ દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અણધાર્યા કમોસમી વરસાદે અનેક ખેડૂતોના ઘરના દીવા ઓલવી નાખ્યા છે. હાથમાં આવેલો પાક પાણીમાં વહી જવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતો હવે સરકાર વહેલી તકે સર્વે કરાવીને યોગ્ય આર્થિક વળતર ચૂકવે તેવી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દીકરાની ઘેલછામાં પતિએ પાંચવાર ગર્ભપાત કરાવ્યો:દીકરીઓને વાત કરતા છાતીમાં મુક્કો મારી કેરોસીનથી સળગાવવાની ધમકી આપી, ₹25 લાખ દહેજ માગી કાઢી મૂકી
    Next Article
    એકતાનગરમાં ‘આનંદમઠ’ નવલકથાનું ભવ્ય નાટ્યમંચન યોજાયું:PM મોદી સાથે બંકિમચંદ્રના પરિવારજનો ઉપસ્થિત રહ્યા; ‘વંદે માતરમ્’માં ફેરફાર અંગે કોંગ્રેસ પર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment