Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ₹25 લાખની લેતીદેતીમાં ઉદ્યોગપતિના ખૂનનો પ્રયાસ:કેમ વારંવાર પૈસા માંગે છે? કહી ભાજપના પૂર્વ સદસ્યએ 2ને લોખંડના ખીલાવાળા ધોકા માર્યા, એ ડિવિઝનમાં ફરિયાદ

    8 hours ago

    મોરબીમાં 25 લાખ રૂપિયાની લેતીદેતીના મામલે ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા એક સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઉદ્યોગપતિ અને તેમના મિત્રને ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર રહેતા સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (ઉં.વ. 46) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શેખરભાઈએ જણાવ્યું કે તેમણે ઘણા સમય પહેલા અજયભાઈ લોરીયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા પાછા મેળવવા માટે શેખરભાઈએ અજયભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે અજયભાઈએ તેમને સરદાર બાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા. શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે પોતાની ઇનોવા ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં અજયભાઈ લોરીયા અને તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ હાજર હતા. અજયભાઈએ પોતાની મર્સિડીઝ ગાડી (નંબર 1414)માંથી નીચે ઉતરીને લોખંડની ખીલીવાળો ધોકો કાઢ્યો હતો. તેમણે શેખરભાઈને ગાળો ભાંડી "કેમ પૈસા માંગ માંગ કરે છે" તેમ કહી ધોકા વડે શરીર પર આડેધડ માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા મિત્ર જયેશભાઈને પણ માથામાં અને શરીર પર લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જયેશભાઈ ગાડીમાં બેઠા ત્યારે તેમને કાંઠલો પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા, અને આ દરમિયાન તેમનો સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયું હતું. જયેશભાઈને હાથ-પગ, છાતી અને માથાના ભાગે મૂઢમાર વાગ્યો હતો. હુમલામાં ઇજા પામેલા શેખરભાઈ અને જયેશભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ શેખરભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજયભાઈ લોરીયા વિરુદ્ધ ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Switch to piped gas or lose LPG’: Minister Chhagan Bhujbal sets June 30 deadline in Maharashtra
    Next Article
    બે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત:વડોદરાના ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી, સયાજીગંજમાં બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment