Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં રન ફોર યુનિટી રેલી યોજાઈ:મામલતદાર પરમારે રેલીને પ્રસ્થાન કરાવ્યું, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ અપાયો

    8 hours ago

    લાલપુર પોલીસ સ્ટેશને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘રન ફોર યુનિટી’ રેલી યોજી હતી. પી.એસ.આઈ. જાડેજાના આયોજન હેઠળ યોજાયેલી રેલીને મામલતદાર પરમાર સાહેબે પ્રસ્થાન કરાવ્યું હતું.રેલીમાં લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા અને અરશીભાઈ કરગીયા હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તુષારભાઈ માકડિયા અને પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસંદડિયા પણ જોડાયા હતા. જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય પોલાભાઈ ફળદુ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કૌશિકભાઈ ખાંટ, ગ્રામ પંચાયતના સભ્ય આરીફભાઈ શેખ અને દિલીપસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ રેલીમાં જોડાયા હતા. રેલી દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને સંગઠનની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના સમયે વિજલપોરમાં RCC રોડનું કામ શરૂ:શિવાજી ચોકથી સરદાર ચોક સુધીનો રસ્તો વન-વે કરાયો, ગ્રાહકો ઘટતાં વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો
    Next Article
    ટાટા સિયારામાં લઈ જવાતો દારૂ ઝડપાયો:છોટા ઉદેપુર એલસીબીએ રંગપુર નાકા પાસેથી ₹.4.80 લાખનો દારૂ અને રૂ.14.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment