Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો... ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટના થાંભલા આસપાસ બાંધકામ:કુબેરનગર જી વોર્ડમાં ભાજપ કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે RCC કોલમ ઉભા કરી દીધા

    1 day ago

    શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો હવે સરકારી માલમિલકતોની આસપાસ પણ ઊભા થઈ ગયા છે. કુબેરનગર વિસ્તારમાં જી વોર્ડમાં વેપારી દ્વારા રોડ પરના સ્ટ્રીટ લાઈટના થાંભલાની આસપાસ ચણતર કરી દીધું હતું. સ્ટ્રેટ લાઈટની આસપાસ બાંધકામ કરી દીધા હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ સક્રિય થયું હતું અને બાંધકામને તોડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગુલશન પાર્ટી પ્લોટ પાસે ઇલેક્ટ્રીક થાંભલાની આસપાસ બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, કુબેરનગર વિસ્તારમાં ગુલશન પાર્ટી પ્લોટ પાસે બાંધકામ ઇલેક્ટ્રીક થાંભલાની આસપાસ કરવામાં આવ્યું હોવાને લઈને તેમજ નિયત બાંધકામ કરતાં વધુ બાંધકામ કર્યું હોવાના પગલે 17 જૂનના રોજ મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી. આજે આ બાબતે મેં પ્રિમાઇસની બહાર આવેલા નડતરરૂપ બાંધકામના ભાગને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. ગેરકાયદેસર અને નડતરરૂપ તમામ બાંધકામોનો સરવે હાથ ધરવામાં આવશે. જ્યાં પણ વીજપોલ અથવા અન્ય જાહેર સુવિધાઓને અવરોધરૂપ બને તેવા બાંધકામો જોવા મળશે, ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને તે દૂર કરવામાં આવશે. મિલકતધારકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે સરદારનગર ટાઉનશિપના રસ્તાઓ અગાઉ સાંકડા હતા અને બાદમાં તેને પહોળા કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક બાંધકામો જાહેર માર્ગની હદમાં અથવા જાહેર સુવિધાઓને નડતરરૂપ સ્થિતિમાં આવી ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. આવા તમામ કેસોની ચકાસણી કરીને સંબંધિત મિલકતધારકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાજપના કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે દુકાનોનું બાંધકામ મળતી માહિતી મુજબ ઉત્તર ઝોનનાં કુબેરનગર વોર્ડમાં સરદારનગર ટાઉનશીપ વિસ્તારમાં સરદાર નગરના ભાજપના કોર્પોરેટર સન્ની ખાન ચંદાણીની ઓફિસ સામે જ ગેરકાયદે દુકાનોનું ચણતર થયું હતું. જેમાં ફૂટપાથ અને મ્યુનિ.ની સ્ટ્રીટ લાઇટનાં થાંભલાને પણ બાંધકામમાં ચણી લેવાયા બાદ તેનાં ફોટા અને વીડિયો વાઇરલ થતાં ઉત્તર ઝોન એસ્ટેટ ટીડીઓ ખાતાની કામગીરી સામે અ્નેક સવાલો ઉઠ્યા છે. ગેરકાયદે બાંધકામ તોડાવવાની શરૂઆત કરી હતી. લાલુમલ નામના મકાન માલિકે ચણતર કર્યું હતું. ત્યારે મકાન માલિકે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે બાંધકામ મજૂર દ્વારા કરવામાં આવ્યું છે. હું બહાર ગામ હતો. હવે આ બાંધકામ તોડી પાડીશ એમ પણ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાની જાહેર હિતની અરજી:AMCએ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા લોકો પાસેથી 1.64 કરોડ જેટલો દંડ વસૂલ્યો
    Next Article
    Rebellion of Team Thackeray And The Delhi Link: Inside Story

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment