Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાની જાહેર હિતની અરજી:AMCએ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા લોકો પાસેથી 1.64 કરોડ જેટલો દંડ વસૂલ્યો

    22 hours ago

    પ્લાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક વેસ્ટને નાથવા એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું ફાઇલ કરવામાં આવ્યું છે. જેમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગતો આપવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 1.64 કરોડ રૂપિયા જેટલી દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને એની સાથે જ 773.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. કુલ 685 એકમોને સીલ પણ મારવામાં આવ્યા છે. 37,247 એકમો અને વ્યક્તિઓને નોટિસ AMC તરફથીજણાવવામાં આવ્યું છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકની બદીને અટકાવવા માટે 62,626 એકમોની ચકાસણી કરવામાં આવી હતી. 37,247 એકમો અને વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી હતી. કુલ 1.64 કરોડ જેટલા રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 685 એકમોને સીલ મારવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા કુલ 773.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત પણ કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યવાહી કોર્પોરેશનની ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી અને એપ્રિલથી ચાલુ મહિના સુધી આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. 29,040 કપડાની થેલીઓનું વિતરણ કરાયું સોગંદનામામાં કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, વિતરણ અને વપરાશને નાથવા અંગેની કટિબદ્ધતા પણ દર્શાવી છે. સાથે જ એવી વિગત પણ આપવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં ઘર દીઠ બે કપડાંની બેગ આપવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એપ્રિલથી 8 જૂન સુધીમાં કુલ 29,040 કપડાની થેલીઓનું વિતરણ કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    કડી માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી-પાણી:અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ; બનાસકાંઠામાં વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત
    Next Article
    લો બોલો... ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટના થાંભલા આસપાસ બાંધકામ:કુબેરનગર જી વોર્ડમાં ભાજપ કોર્પોરેટરની ઓફિસ સામે જ ગેરકાયદે RCC કોલમ ઉભા કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment