Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલની જન્મજયંતિએ સોમનાથમાં પ્રતિમાને પુષ્પાંજલિ:ટ્રસ્ટ પરિવારનો રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ધરોહર જાળવવાનો સંકલ્પ

    8 hours ago

    અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃનિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સોમનાથ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, અડગ નિર્ધાર અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરી ટ્રસ્ટ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓ સાથે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શાસ્ત્રોક્ત શ્લોકોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક એવા સરદાર પટેલને વંદન કરી તેમના જીવનમૂલ્યોને યાદ કર્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ પાછળ સરદાર પટેલની નિર્ણાયક ભૂમિકાનું વિશેષ સ્મરણ કરવામાં આવ્યું હતું. પ્રખર રાષ્ટ્રવાદી અને ઇતિહાસકાર કનૈયાલાલ મુનશીના શબ્દોમાં, "જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ ન જોઈ શકી હોત." આ શબ્દો સરદાર પટેલના સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં રહેલા ઐતિહાસિક યોગદાનની મહત્તા દર્શાવે છે. સરદાર પટેલની અદમ્ય ઇચ્છાશક્તિ, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સાંસ્કૃતિક વારસાના પુનઃસ્થાપનના સંકલ્પને પરિણામે જ સોમનાથ જ્યોતિર્લિંગના ભવ્ય પુનઃસ્થાપનનો માર્ગ પ્રશસ્ત થયો હતો. આ ઐતિહાસિક યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધિવત પૂજા-અર્ચના કરી પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સંકલ્પમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવા સાથે સોમનાથની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરદાર પટેલની જન્મજયંતિએ સોમનાથની પવિત્ર ભૂમિ પરથી લોહપુરુષના રાષ્ટ્રનિર્માણના યોગદાનને યાદ કરી તેમના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જુજવા ગામમાં નવી આંગણવાડીનું લોકાર્પણ:સાંસદ ધવલ પટેલના હસ્તે મીલ ફળિયામાં નંદઘર ખુલ્લું મુકાયું
    Next Article
    મહિલાઓને ઉધોગ સ્થાપવા માટે GLPC મૂડી પૂરી પાડશે:ગેરેન્ટી વગર બેન્કો લોન આપશે; 18,000થી વધુ ગામોમાં અમૂલ પાર્લર સંચાલનની તક ઉભી કરાશે, અમૂલ ડેરી સાથે સમજૂતી કરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment