Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓને ઉધોગ સ્થાપવા માટે GLPC મૂડી પૂરી પાડશે:ગેરેન્ટી વગર બેન્કો લોન આપશે; 18,000થી વધુ ગામોમાં અમૂલ પાર્લર સંચાલનની તક ઉભી કરાશે, અમૂલ ડેરી સાથે સમજૂતી કરાર

    7 hours ago

    ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા GLPC-ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા એક નવી પહેલા કરાઈ છે. જેના ભાગરુપે સાહસિક મહિલાઓને જૂદા જૂદા ઉધોગો સ્થાપવા માટે મૂડી સહીતની તમામ પ્રકારની સહાય કરાશે. મહિલા સાહસિકો માટે નવી પહેલ રાજ્યનાં 18,000થી વધુ ગામમાં લાંબા સમયથી સ્વસહાય જૂથ સાથે જોડાયેલી અને પાર્લર સંચાલન માટે યોગ્ય જગ્યા ધરાવતી મહિલા સાહસિકોને અમૂલ પાર્લરના સંચાલનની તક અપાશે. આ માટે અમૂલ ડેરી સાથે સમજૂતી કરાર (MoU) કરાયા છે. ડેરી ક્ષેત્રે કાર્યરત સ્વસહાય જૂથની મહિલા સભ્યોને પશુપાલન તથા ડેરી આધારિત પ્રવૃત્તિઓ માટે ધિરાણ સહાય અને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય પણ અપાશે. 44 બેન્કેબલ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બેંક ધિરાણ મેળવવામાં સરળતા રહે તે હેતુથી 44 બેન્કેબલ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. આ પ્રોજેક્ટ્સને બેંક ધિરાણ માટે પૂર્વમંજૂરી આપવાની વ્યવસ્થા માટે રાષ્ટ્રીયકૃત બેંકો તથા અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરાર (MoU) કરાયા છે. મહિલા ચાર વર્ષમાં ધિરાણની મુદ્દલ રકમની સફળતાપૂર્વક ભરપાઈ કરે, તો તેણે મેળવેલા ધિરાણના 10 ટકા સુધીની વધારાની પ્રોત્સાહક સહાય આપવાની પણ જોગવાઈ છે. લખપતિ દીદીઓ કેશ ક્રેડિટ લોન માટે અરજી કરી શકશે આવા ઉદ્યોગો માટે મહિલાઓને કોલેટરલ વિના બેંક ધિરાણ, કેશ ક્રેડિટ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના લાગુ ધોરણો મુજબ વ્યાજ સહાયની તકો ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. ઉપરાંત GLPC દ્વારા એક નવું ઓનલાઇન પ્લેટફોર્મ વિકસાવાશે. જેમાં મહિલાઓ અને લખપતિ દીદીઓ કેશ ક્રેડિટ લોન અને પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે સીધી ઓનલાઇન અરજી કરી શકશે. મહિલા સાહસિકો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા GLPC ઓનલાઇન વેચાણને પ્રોત્સાહન આપી રહી છે. ઓનલાઇન વેચાણ માટે પ્રતિ વેચાણ રૂ. 20ની સહાય અપાશેયઉપરાંત, ST બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવાં વધુ અવરજવર ધરાવતાં સ્થળોએ ગ્રામહાટ ઊભાં કરીને મહિલાઓને પોતાનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટેની તકો ઉપલબ્ધ કરાવાશે. મહિલાઓ પોતાની ક્ષમતા અને રસ મુજબ વ્યવસાયની તક પસંદ કરી શકે, પોતાની ટીમ બનાવી શકશે. બેંક ધિરાણ અને લાગુ પડતી સરકારી સહાયનો લાભ મેળવી શકે તથા બજાર સાથે જોડાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલની જન્મજયંતિએ સોમનાથમાં પ્રતિમાને પુષ્પાંજલિ:ટ્રસ્ટ પરિવારનો રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ધરોહર જાળવવાનો સંકલ્પ
    Next Article
    ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર માલવાહક લિફ્ટ તૂટી પડી:નીચે ઉભેલી કાર પર પડતા એક વ્યકિત ઈજાગ્રસ્ત, નજીકમાં રમી રહેલા બાળકોનો ચમત્કારીક બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment