Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર માલવાહક લિફ્ટ તૂટી પડી:નીચે ઉભેલી કાર પર પડતા એક વ્યકિત ઈજાગ્રસ્ત, નજીકમાં રમી રહેલા બાળકોનો ચમત્કારીક બચાવ

    7 hours ago

    સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વેલકમ પાન સેન્ટર નજીક વિરાજ રેસિડેન્સીના નવા બાંધકામ સ્થળે અચાનક લિફ્ટ તૂટી પડતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. નિર્માણાધીન સાઇટ પરથી ભારેખમ લિફ્ટ ધડાકાભેર નીચે પટકાતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પર લિફ્ટ પડતાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું તેમજ એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. સદનસીબે નજીકમાં રમી રહેલાં બાળકો થોડાં અંતરે હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બનાવ અંગે જાણ થતાં જ 112 ઇમરજન્સી પોલીસ વાન અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ‘અચાનક લિફ્ટ મારી ગાડી અને મારા પર આવી પડી’:રાકેશ પાટીલ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશ શત્રુઘ્ન પાટીલે બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “હું પેટ્રોલ પંપવાળી ગલીમાં ભીડભંજન સામે આવેલા આવાસ પાસે મારા મિત્રને મળવા જઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક ઉપરથી લિફ્ટ સીધી મારી ગાડી પર અને મારા પર જ આવીને પડી હતી. આ અકસ્માતને કારણે મારી ગાડીમાં મોટું નુકસાન થયું છે અને મારા ચહેરાના ભાગે પણ વાગ્યું છે. ઘટનાસ્થળ નજીક બાળકો રમી રહ્યા હતા, પરંતુ સદનસીબે તેઓ થોડા દૂર હોવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટી નહોતી.” સુરક્ષામાં બેદરકારી મુદ્દે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પંચનામા સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. બાંધકામ સાઇટ પર સુરક્ષાના યોગ્ય નિયમો (સેફ્ટી પ્રોટોકોલ) જાળવવામાં આવ્યા હતા કે કેમ અને લિફ્ટના મેન્ટેનન્સમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તાર નજીક ચાલી રહેલા બાંધકામમાં યોગ્ય તકેદારી ન રખાતાં સ્થાનિક લોકોમાં કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓને ઉધોગ સ્થાપવા માટે GLPC મૂડી પૂરી પાડશે:ગેરેન્ટી વગર બેન્કો લોન આપશે; 18,000થી વધુ ગામોમાં અમૂલ પાર્લર સંચાલનની તક ઉભી કરાશે, અમૂલ ડેરી સાથે સમજૂતી કરાર
    Next Article
    'मशीन के सामने खड़ा होना बहुत मुश्किल है' Surat Workers | Migrant workers | Embroidery Workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment