Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વુમન્સની ટીમ ફાઈનલમાં:સેમિફાઈનલમાં બન્ને ટીમનું શાનદાર પરફોર્મન્સ; વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આજે ટાઇટલ મેચ રમાશે

    10 hours ago

    અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ અને મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. શુક્રવારે, 30 ઓક્ટોબરે રમાયેલી સેમિફાઇનલમાં ભારતની બંને ટીમે પોતાના પ્રતિસ્પર્ધીઓને એકતરફી મુકાબલામાં હરાવીને ટાઇટલ જીતવા તરફ મજબૂત કદમ માંડ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહીને મેચ નિહાળી હતી. પુરુષ ટીમની બાંગ્લાદેશ સામે 56-27થી શાનદાર જીત પુરુષોની સેમિફાઇનલમાં ભારતે શરૂઆતથી જ બાંગ્લાદેશ સામે દબદબો જાળવી રાખ્યો હતો. ભારતીય ખેલાડીઓએ રેઇડ અને ડિફેન્સ બંને વિભાગમાં શાનદાર રમત દર્શાવી હતી. પ્રથમ હાફમાં બાંગ્લાદેશના ડિફેન્સને એક પણ ટેકલ પોઈન્ટ મળ્યો નહોતો. ભારતે રેઇડ પોઇન્ટ્સમાં 37-23 અને ટેકલ પોઇન્ટ્સમાં 12-4ની સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન ત્રણ વખત બાંગ્લાદેશને ઓલઆઉટ કરીને 56-27થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત તરફથી ભરત હુડાએ 13 અને શિવમ પટારેએ 11 પોઇન્ટ મેળવી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી દીપાયન ગોલ્ડરે 11 અને મો. મિઝાનુર રહેમાને 8 પોઇન્ટ મેળવ્યા હતા. આ સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત સાતમી જીત નોંધાવીને અજેય રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મહિલા ટીમે શ્રીલંકાને 39-14થી હરાવ્યું ભારતીય મહિલા ટીમે પણ સેમિફાઇનલમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરીને 39-14થી શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતીય ડિફેન્સે શરૂઆતથી જ શ્રીલંકાની રેઇડર્સને રોકી રાખી હતી, જ્યારે આક્રમણમાં પણ ભારતીય ખેલાડીઓએ અસરકારક રમત બતાવી હતી. ભારતે રેઇડ પોઇન્ટ્સમાં 21-10ની સરસાઈ મેળવી હતી. સાક્ષીએ 11 અને નિધિ શર્માએ 10 પોઇન્ટ મેળવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ શ્રીલંકા ડિફેન્સમાં માત્ર ચાર પોઇન્ટ મેળવી શક્યું હતું, જ્યારે ભારતે 12 ટેકલ પોઇન્ટ નોંધાવ્યા હતા. ભારતીય ટીમે ત્રણ વખત શ્રીલંકાને ઓલઆઉટ કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. બન્ને કેટેગરીના અન્ય સેમિફાઈનલના પરિણામો… શ્રીલંકાએ કેન્યાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું પુરુષોની બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાએ કેન્યાને 28-24થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં શ્રીલંકાએ ચાર પોઈન્ટની સરસાઈ મેળવી હતી, પરંતુ કેન્યાના હેલ્વિક વાંજાલાએ પાંચ પોઈન્ટની શાનદાર રેઇડ કરીને મેચમાં વાપસી કરાવી હતી. જોકે, શ્રીલંકાએ અંત સુધી પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું અને ચાર પોઈન્ટના અંતરથી જીત મેળવી હતી. હવે પુરુષોની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. રોમાંચક મુકાબલામાં યુગાન્ડાએ કેન્યાને હરાવ્યું મહિલાઓની બીજી સેમિફાઇનલમાં યુગાન્ડાએ કેન્યાને 23-21થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમ વચ્ચે શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફના અંતમાં યુગાન્ડાએ ઓલઆઉટ કરીને ત્રણ પોઇન્ટની સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં કેન્યાએ જોરદાર કમબેક કર્યું હતું. લવેન્ડા ઓધિયામ્બોએ શાનદાર પ્રદર્શન કરીને થોડા સમય માટે કેન્યાને લીડ અપાવી હતી. જોકે, અંતિમ ક્ષણોમાં યુગાન્ડાએ સફળ ટેકલ કરીને બે પોઈન્ટથી રોમાંચક જીત મેળવી હતી. યુગાન્ડા તરફથી શીરત નાકાયોંગો અને નાહિયા નાલવોગાએ આઠ-આઠ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે કેન્યા તરફથી લવેન્ડા ઓધિયામ્બોએ 16 પોઇન્ટ નોંધાવ્યા હતા. આજે બંને ફાઇનલમાં ભારતની નજર ગોલ્ડ મેડલ પર હવે શનિવારે, 31 ઓક્ટોબરે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બંને ટાઇટલ મેચ રમાશે. મહિલા ફાઇનલમાં સાંજે 7:30 વાગ્યે ભારતનો સામનો યુગાન્ડા સામે થશે, જ્યારે પુરુષોની ફાઇનલ રાત્રે 9 વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની બંને ટીમ સેમિફાઇનલમાં શાનદાર જીત મેળવીને ફાઇનલમાં પહોંચી છે ત્યારે હવે દેશવાસીઓની નજર બંને ટીમના ગોલ્ડ મેડલ પર કબજો જમાવવાના પ્રદર્શન પર રહેશે.
    Click here to Read More
    Previous Article
    યુવરાજે કહ્યું- વૈભવ, અભિષેક, ઈશાનને વન-ડેમાં સામેલ કરો:ટીમની બહાર રાખીને તેમની પ્રતિભા સાથે અન્યાય થઈ રહ્યો છે
    Next Article
    જુજવા ગામમાં નવી આંગણવાડીનું લોકાર્પણ:સાંસદ ધવલ પટેલના હસ્તે મીલ ફળિયામાં નંદઘર ખુલ્લું મુકાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment