Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવરાજે કહ્યું- વૈભવ, અભિષેક, ઈશાનને વન-ડેમાં સામેલ કરો:ટીમની બહાર રાખીને તેમની પ્રતિભા સાથે અન્યાય થઈ રહ્યો છે

    11 hours ago

    પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે અભિષેક શર્મા, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીને વન-ડે ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે આ ખેલાડીઓને 50 ઓવરના ક્રિકેટમાં તક ન આપવી તેમના પ્રતિભા સાથે અન્યાય છે. યુવરાજે કહ્યું- ‘જે રીતે આ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, તેમને ટૂંક સમયમાં ટીમમાં સ્થાન મળવું જોઈએ.’ જોકે તેમણે સ્વીકાર્યું કે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની હાજરીમાં ટોપ ઓર્ડરમાં સ્થાન બનાવવું સરળ નથી. અભિષેક-સૂર્યવંશીએ પાવરપ્લેનો રેકોર્ડ બનાવ્યો અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી T20 મેચમાં રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવ્યા. આ T20 ઇન્ટરનેશનલના પાવરપ્લેમાં કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. અભિષેકે આ મેચમાં 35 બોલમાં સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે 5 મેચની T20 સિરીઝ જીતી હતી. ઈશાન 32 વન-ડે રમી ચૂક્યો, અભિષેક-વૈભવનું ડેબ્યૂ બાકી ઈશાન કિશન ભારતીય ટીમ માટે 32 વન-ડે મેચ રમી ચૂક્યો છે. જોકે, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ હજુ આ ફોર્મેટમાં ડેબ્યૂ કરવાનું બાકી છે. વૈભવે આ જ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. 4 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ચાલુ છે. T20 સિરીઝની છેલ્લી મેચ રવિવારે હેમિલ્ટનમાં રમાશે. ત્યાર બાદ બંને ટીમ વચ્ચે 4 નવેમ્બરથી 5 મેચની વન-ડે સિરીઝ શરૂ થશે. પ્રવાસ દરમિયાન ત્યાર બાદ 2 ટેસ્ટ મેચ પણ રમાશે. શુક્રવારે ઑકલેન્ડમાં રમાયેલી ચોથી ऊ20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી હરાવ્યું. 260 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ભારતીય ટીમ 172 રને ઓલઆઉટ થઈ ગઈ. સિરીઝમાં ભારતની આ પ્રથમ હાર હતી.
    Click here to Read More
    Previous Article
    મેદવેદેવ વિયેના ઓપન ટેનિસની સેમિફાઇનલમાં:આજે અલ્કારેઝ સામે મુકાબલો; ઝ્વેરેવ પણ ટૉપ-4માં પહોંચ્યો
    Next Article
    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વુમન્સની ટીમ ફાઈનલમાં:સેમિફાઈનલમાં બન્ને ટીમનું શાનદાર પરફોર્મન્સ; વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આજે ટાઇટલ મેચ રમાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment