Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત:ગાંધીનગરના શિશુગૃહમાંથી વડોદરાના દંપતીના આંગણે ખીલ્યું સ્નેહનું નવપલ્લવ

    7 hours ago

    ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત સરકારી શિશુગૃહમાંથી લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા અને વર્ષોની ધીરજ બાદ એક નિરાધાર બાળકના જીવનમાં ઉજ્જવળ ભવિષ્યનો નવો સૂર્યોદય થયો છે. વડોદરાના એક નિઃસંતાન દંપતીએ આશરે 4 વર્ષની લાંબી અને આતુરતાભરી રાહ જોયા બાદ આખરે બાળકને દત્તક મેળવી પોતાના જીવનમાં માતૃત્વ અને પિતૃત્વનો હૂંફાળો સંગમ અનુભવ્યો છે. 4 વર્ષ અગાઉ 'કારા' પોર્ટલ પર કરાવી હતી નોંધણી વડોદરા જિલ્લાના એક સંવેદનશીલ દંપતીએ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે આશરે ચાર વર્ષ પહેલાં ભારત સરકાર માન્ય સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ના સત્તાવાર પોર્ટલ પર કાયદેસરની નોંધણી કરાવી હતી. આશરે 4 વર્ષ સુધી સંતાનપ્રાપ્તિની આશા સાથે ધીરજપૂર્વક રાહ જોઈ રહેલા આ દંપતીના સ્નેહ અને સમર્પણનો આખરે સુખદ વિજય થયો છે. દસ્તાવેજો અને પારિવારિક બેકગ્રાઉન્ડની તપાસ 'કારા' ની કડક અને નિયમબદ્ધ પ્રક્રિયા હેઠળ ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત સરકારી શિશુગૃહ દ્વારા આ દંપતીને બાળક દત્તક આપવા માટે રેફરલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શિશુગૃહની બાળ દત્તક ગ્રહણ સમિતિ દ્વારા દંપતીના તમામ જરૂરી દસ્તાવેજો, પાત્રતા, આર્થિક સદ્ધરતા અને તેમના પારિવારિક વાતાવરણની અત્યંત ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેથી બાળકનું ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત રહે. જિલ્લા મેજિસ્ટ્રેટની રૂબરૂ મુલાકાત બાદ હસ્તાંતરણનો આદેશ કાનૂની માપદંડો અને નિયમોની પૂર્તતા થયા બાદ સમગ્ર પ્રસ્તાવ ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ડી. ખતાલે સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે દંપતી સાથે રૂબરૂ મુલાકાત કરીને બાળકના હિત અને ભવિષ્યની સુરક્ષાની ખાતરી કરી હતી. તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી બાળકને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ દંપતીને સોંપવાનો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવુક વિદાય બાળકના હસ્તાંતરણના આ સંવેદનશીલ પ્રસંગે ગાંધીનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય કે. પટેલ તેમજ સરકારી શિશુગૃહના મેનેજર માધુરી એમ. રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 4 વર્ષના લાંબા ઇંતેજાર બાદ દંપતીના ઘરમાં બાળકના આગમનથી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારમાં સ્નેહનો નવો અધ્યાય શરૂ થયો છે.
    Click here to Read More
    Previous Article
    ભિલોડા APMCમાં મંત્રીએ 1965 આદિજાતિ ખેડૂતોને કીટ આપી:ખાતર-બિયારણ અને દવા છાંટવાના પંપનું વિતરણ, ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હેતુ
    Next Article
    बाढ़ में डूबा 300 साल पुराना चंद्रिका देवी मंदिर | Lucknow Chandrika Devi | HANUMANT

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment