Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યક્રમ:કચરાના યોગ્ય નિકાલ માટે ‎રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો‎

    1 day ago

    ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 ના યોગ્ય અમલીકરણ માટે 1 દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી દર્શનાબેન વાઘેલાએ હાજરી આપીને સ્વચ્છતાને પ્રજાની સામાજિક જવાબદારી ગણાવી હતી. અગ્ર સચિવ એમ. થેન્નારસને સરકારી સ્થળોએ કચરાને 4 અલગ ભાગમાં વહેંચવાની નવી ફરજિયાત સિસ્ટમ અંગે માહિતી આપી હતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 1 એપ્રિલથી શરૂ થયેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026’ ના પાલન માટે 1 દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની હાજરીમાં થઈ હતી. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય માટે કચરાનો નિકાલ જરૂરી છે, જે માત્ર સરકારી તંત્રનું કામ નથી પણ નાગરિકોની ફરજ છે. તેમણે લોકજાગૃતિ લાવવા માટે પદાધિકારીઓને આગેવાની લેવા કહ્યું હતું. તેમણે ભોપાલ ગેસ કાંડનું ઉદાહરણ આપીને કાયદાના પાલન પર ભાર મૂક્યો અને વાહનો માટે જી.પી.એસ. સિસ્ટમ તેમજ એસ.ટી.પી. પ્લાન્ટની કામગીરી ચલાવવા જણાવ્યું હતું. રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે પ્રગતિ માટે સ્વચ્છતા અનિવાર્ય છે. વર્ષ 2024-25 માં ગુજરાત 3જા ક્રમે હતું અને હવે તેને 1લા ક્રમે લાવવાનું છે. તેમણે અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકેના પોતાના અનુભવ દ્વારા શહેરને કચરાપેટી મુક્ત બનાવવાની રીત જણાવી હતી. અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું કે ગુજરાતમાં 50 ટકા વસ્તી શહેરોમાં છે, જે 2050 સુધીમાં 65 ટકા થશે અને જીડીપીમાં શહેરોનો હિસ્સો 75 થી 80 ટકા રહેશે. મોનિટરિંગ કમિટીની રચના સાથે હવે કચરાને 4 ભાગમાં (ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજી વાળો) અલગ કરવો પડશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં 4 ડબ્બાની વ્યવસ્થા શરૂ થશે. 3-4 મહિનામાં ગાડીઓમાં પણ ફેરફાર કરાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ, ચાણસ્મા અને રાધનપુરમાં જાહેરનામાનો ભંગ:ભંગારના 4 વાડાના સંચાલકો અને ગેસ્ટ હાઉસ મેનેજર સામે રજીસ્ટર ન નિભાવવા અને ઓનલાઈન એન્ટ્રી ન કરવા બદલ ગુનો નોંધાયો
    Next Article
    Petrol, Diesel Prices On July 1: Check New City-Wise Fuel Rates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment