Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:બે લોકોનું રેસ્ક્યુ કરી ફાયર ટીમે આગ બુઝાવી; નાગરિકોમાં સલામતી અંગે જાગૃતિ લાવવાનો હેતુ

    1 day ago

    બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ફાયર વિભાગે આગની મોકડ્રિલ યોજી. કવાયત દરમિયાન ટીમે બે લોકોને બહાર કાઢ્યા અને આગ બુઝાવી. હોસ્પિટલમાં આગ લાગે તો લોકોને કેવી રીતે બચાવવા, તે અંગે મોકડ્રિલ યોજાઈ હતી. આગમાં લોકો ફસાયા હોવાની માહિતી બોટાદ ફાયર કંટ્રોલ રૂમને મળતાં ફાયર અધિકારી કુલદીપસિંહ ડોડિયા સહિતની ફાયર અને રેસ્ક્યૂ ટીમ જરૂરી સાધનો સાથે સ્થળે પહોંચી હતી. ટીમે બચાવ કામગીરી કરીને બંને લોકોને બહાર કાઢ્યા અને આગ બુઝાવી. ત્યાર બાદ ફાયર અધિકારી કુલદીપસિંહ ડોડિયાએ આ કામગીરી મોકડ્રિલ હોવાનું જણાવ્યું. મોકડ્રિલનો હેતુ નાગરિકોમાં આગથી બચાવ અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો. આગ જેવી કટોકટીમાં જિલ્લા વહીવટી તંત્રના વિભાગો વચ્ચે સંકલન, આયોજન અને ઝડપથી પ્રતિસાદ આપવાની તૈયારી પણ આ કવાયતનો હેતુ હતો. ફાયર અધિકારી કુલદીપસિંહ એમ. ડોડિયાએ જણાવ્યું કે આવી મોકડ્રિલથી આગ લાગે ત્યારે રાખવાની તકેદારી અંગે જાગૃતિ આવે છે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત થાય છે અને જાનમાલનું નુકસાન અટકાવવામાં મદદ મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય વાયુસેનાનો ભવ્ય 'સૂર્ય કિરણ એર શો'નું રિહર્સલ:એશિયાની એકમાત્ર ક્લોઝ ફોર્મેશન એરોબેટિક્સ ટીમનું થશે અદ્ભુત પ્રદર્શન, રવિવારે સવારે 9 વાગ્યે બોરતળાવ ખાતે યોજાશે ફાઇનલ શો, લોકો જોઈને રોમાંચિત થયા
    Next Article
    ફાસ્ટ બોલર આકીબ નબી પ્રસિદ્ધ ક્રિષ્ના સ્થાને ટીમમાં સિલેક્ટ:ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 2 વન-ડે માટે પસંદ કર્યો હતો, હવે આખી સિરીઝ રમશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment